અમદાવાદ: અગ્રણી કૃષિ સુરક્ષા ઉત્પાદન નિર્માતા કંપની ઇન્સેક્ટિસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડે આજે ચાર નવા ઉત્પાદન બજારમાં ઉતારવાની જાહેરાત કરી છે. આ ચારેય ઉત્પાદન પાકને અનેક પ્રકારના કીટાણુંઓ અને બીમારીઓથી અસરકાર રીતે સુરક્ષિત રાખવા માટે તૈયાર કરવામાં આવ્યા છે જે ઓછી કિંમત પર ડાંગર, કપાસ, શાકભાજીઓ જેવા મહત્વપૂર્ણ પાકની સુરક્ષા કરીને ગુજરાતના ખેડૂતોને સારી ઉપજ અપાવશે. આ ઉત્પાદન – એનકાઉંટર, સોફિયા, અકિડો અને હરકુલિસને ઇન્સેક્ટિસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના આરશ્ડી સેન્ટરમાં તૈયાર કર્યા બાદ બજારમાં ઉતારવામાં આવ્યા છે.
ઇન્સેક્ટિસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ પી. સી. પબ્બી કહે છે, “નવી પહેલ પણ અમારા એ પ્રયત્નોનો ભાગ છે જે અંતર્ગત અમે ખેડૂતો માટે એવા ઉત્પાદનલઇને આવીએ છીએ જે ન માત્ર તેમના પાકને શ્રેષ્ઠ સુરક્ષા આપે પરંતુ દરેક રીતે તેમની પહોંચની અંદર પણ હોય. આ નવા ઉત્પાદનોની ક્ષમતા ખૂબ જ વધારે છે. આ ઉત્પાદન બે એગ્રો-કેમિકલના સંયોજનથી તૈયાર કરવામાં આવ્યા છે. આ શ્રેષ્ઠ નિયંત્રણ અને ક્ષમતાની બાબતમાં સહક્રિયાશીલ અસર આપશે. આ દરેક ઉત્પાદન નવીનતમ ટેકનિક અને સુરક્ષિત ફાર્મુલેશન પર આધારિત છે. અમે અમારી આરએન્ડડી ટીમને ધન્યવાદ આપીએ છીએ કે તેમણે તમામ શોધ અને બાયોએેક્ટિવિટીની સંપૂર્ણ પ્રક્રિયામાં સફળતા બાદ અમને આ ઉત્પાદન આપ્યા છે. અમે આ સિઝનમાં આ ઉત્પાદનોને બજારમાં ઉતારીને ખૂબ જ ખુશ છીએ. આના દ્વારા અમે ખેડૂતોને તમામ કીટાણું અને બીમારીઓથી તેમના પાકની સુરક્ષામાટે શ્રેષ્ઠ અસરકારક ઉકેલ ઉપ્લબ્ધ કરાવી રહ્યા છીએ. આ ચારેય ઉત્પાદન ખેડૂતોને તેમની કિંમતનું ભરપૂર પરિણામ ઉપલબ્ધ કરાવશે.”
આ દરેક ઉત્પાદન ભારતમાં પહેલી વાર લૉન્ચ કરવામાં આવ્યા છે અને આની પેટેંટ માટે અરજી કરી દેવામાં આવી છે. અમને આશા છે કે આનો લાભ દેશભરના ખેડૂતોને મળશે.
ઇન્સેક્ટિસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના જંતુનાશક ‘એનકાઉંટર’ લેપિડોપ્ટેરન(ઇયળ) અને ચુસીયા જંતુઓથી લડવામાં સહાયરૂપ છે. એનકાઉંટરની અનેક ખૂબીઓ છે, જેમકે આનો છંટકાવ પાક પર એક સમાન માત્રામાં ખૂબ જ સરળતાથી થઇ શકે છે કેમકે આ પાણીમાં સારી રીતે ભળી જાય છે. આ પાકની કોઇપણ અવસ્થામાં વાપરી શકાય છે. અહીં સુધી કે જો તેના છંટકાવના ચાર કલાક પછી વરસાદ પણ આવી જાય, તો પણ આની અસર રહે છે. એનકાઉંટરમાં એક ખાસ ‘અંતઃપ્રવાહી ક્રિયા હોય છે જેના કારણે આ પાંદડાઓની બંને તરફ કીટાણુંઓને નષ્ટ કરવાનું કામ કરે છે. આ ઉત્પાદન ચા, કપાસ અને શાકભાજીના પાકો માટે ખૂબ જ ઉપયોગી છે.
ઇન્સેક્ટિસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના આવિષ્કારી ઉત્પાદન ‘હરક્યુલિસ’એક જંતુનાશક છે જે લગભગ એ દરેક મહત્વૂપર્ણ પાક માટે ઉપયોગી છે જે વધુ કમાણી કરાવે છે. આ સફેદ માખીઓ, જેસ્સિડ્સ અને થ્રિપ્સ જેવા કીટાણુંઓને નષ્ટ કરે છે. હરક્યુલિસમાં પાકના પાંદડાને બંને તરફથી સુરક્ષા આપવાની ક્ષમતા હોય છે, પોતાના ‘ટ્રાંસ લેમીનાર’ ક્રિયાના કારણે આ પાંદડાઓના નીચલા ભાગમાં ચોંટેલા જંતુઓને પણ ખત્મ કરે છે. આમાં એક અનોખી ‘વાષ્પ ક્રિયા’ છે જે ઉત્પાદનને શ્રેષ્ઠ અને અસરકારક નિયંત્રણ માટે પાકના બંને ભાગમાં પહોંચવામાં મદદ કરે છે.
આઇઆઇએલનું એટલું જ મહત્વપૂર્ણ ઉત્પાદન ‘અકિડો’પણ એક જંતુનાશક છે આ ઉત્પાદન નિહોન નોહાયાકુ, જાપાનની સાથે ટેકનિકલ સંયોજનમાં બજારમાં ઉતારવામાં આવ્યું છે. આ ઉત્પાદન પાકને નુકશાન પહોંચાડનારા જંતુ બ્રાઉન પ્લાન્ટ હાપર્સ (બીપીએચ), હ્વાઇટ પ્લાન્ટ હાપર્સ (ડબ્લ્યુબીપીએચ) અને લીફ ફોલ્ડરમાં સુરક્ષા આપે છે જે દર વર્ષે દેશભરમાં૨૫-૩૦ ટકા ડાંગરના પાકને નુકશાન પહોંચાડે છે. ‘અકિડો’ની ઓવિસાઇડલ ક્રિયાથી માદા બીપીચના અંડકોષના ઉત્સર્જનની ક્ષમતા ઓછી થઇ જાય છે અને ઇંડાથી જંતુ યોગ્ય રીતે બહાર નથી આવી શકતા. અકિડોનો વપરાશ ખેડૂત ડાંગર ઉપરાંત કેટલાક અન્ય પાક જેમ કે શાકભાજી પર પણ કરી શકે છે. અકિડોની સાથે પોતાના પાકને સુરક્ષિત રાખીનેખેડૂત પોતાનું ઉત્પાદન વધારીને વધુને વધુ લાભ મેળવી શકે છે.
અંતિમ, પરંતુ ખૂબ જ ઉપયોગી ઉત્પાદન ‘સોફિયા’ ઇન્સેક્ટિસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડની એક અન્ય બહુપયોગી ફૂગનાશક છે. આ દેશના ખેડૂતોના પાકમાં લાગતી તમામ બીમારીઓથી છુટકારો અપાવવામાં સક્ષમ છે. આ ખાસ કરીને ડાંગર, દ્રાક્ષ, કેરી, કાકડી, ગુલાબ, ટમેટા, વટાણા, જીરુ અને મરચાં માટે ખૂબ જ ઉપયોગી છે. આ પાકને બીમારીઓથી બચાવવામાં વ્યાપક સહાયતા પૂરી પાડે છે.