અક્ષય તૃતીયાના અવસર પર ભારતીય લોકો સોનુ ખરીદે છે. સોનું ખરીદવુ શુભ માનવામાં આવે છે. હાલના આધુનિક યુગમાં લોકો ઓનલાઇન સોનુ ખરીદી લે છે. જો તમે ઓનલાઇન સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો કેટલીક બાબત તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે.
વેબસાઇટ/સેલર વિશે જાણી લો- જ્યારે તમે ઓનલાઇન સોનું ખરીદો છો ત્યારે તે વેબસાઇટ અથવા સેલર વિશે જાણી લેવું જરૂરી બને છે, કારણકે ઘણીવાર તે સેલર ફ્રોડ પણ હોઇ શકે છે. માટે સોનુ ખરીદતા પહેલા વેબસાઇટની વિશ્વસનિયતા જોઇ લેવી જોઇએ.
સોનાની શુદ્ધતા– સોનુ 24/22/18/14 કેરેટમાં ઉપલબ્ધ હોય છે. 24 કેરેટને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ તેના ઘરેણા નથી બનતા. સોનુ કેટલા કેરેટનું છે તે જાણી લેવુ જોઇએ, કારણકે સોનાના ભાવ પણ તે પ્રમાણે જ હોય છે. 24 કેરેટ સોનાના તમે બિસ્કીટ અથવા સિક્કા જરૂર ખરીદી શકો.
હોલમાર્ક સર્ટીફીકેશન– ઓનલાઇન કે ઓફલાઇન સોનુ ખરીદતા પહેલા હોલમાર્ક જરૂર જોઇ લેવો જોઇએ, ક્યારેય હોલમાર્ક વગરનું સોનુ ના ખરીદવું જોઇએ. જો ઓનલાઇન સોનું ખરીદો છો તો BIS હોલમાર્કનું સર્ટીફીકેશન જોઇ લેવું. વેબસાઇટ પર BIS હોલમાર્ક સર્ટીફાઇડ જ્વેલર્સના લિસ્ટ પણ ઉપલબ્ધ છે.
મેકિંગ ચાર્જીસ– દરેક ઘરેણાના અલગ અલગ મેકિંગ ચાર્જીસ હોય છે, માટે સોનાનો વજન, તેની ગુણવત્તા , મેકિંગ ચાર્જ અને ડાયમંડને ધ્યાનમાં રાખી ગણતરી કરીને જ પૈસા આપવા જોઇએ.
રિટર્ન પોલિસી– ઓનલાઇન સોનુ ખરીદતા પહેલા તેના નિયમ અને શર્તો પહેલા વાંચી લો, તેની રિટર્ન પોલિસી શું છે તે પણ જાણી લેવું જોઇએ, કારણકે ઘણીવાર રિટર્ન પોલિસી હોતી નથી ત્યારે તમે છેતરાઇ પણ શકો છો.
ટ્રાઇ એટ હોમ વિકલ્પ- ઘણા ઓનલાઇન સ્ટોર કેરેટલેન અને બ્લુ એસ્ટોન ઘરે જ્વેલરી ટ્રાઇ કરવાનો ઓપ્શન પણ આપે છે, અને આ સેવા બિલકુલ મફતમાં આપે છે. જો તમને ઓર્ડર કરેલી કોઇ ચીજ પર વાંધો હોય તો તમે તેને રિટર્ન પણ કરી શકો છો, તો આ વિકલ્પનો ઉપયોગ કરવો જોઇએ.
બી સ્માર્ટ એન્ડ શોપ સ્માર્ટ