પરીક્ષાના ગાળા દરમિયાન મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્ટ્રેસ અથવા તો ટેન્શનમાં રહે છે. અલબત્ત તેમના સ્ટ્રેસના લેવલ અંગે માહિતી મેળવવાની બાબત ખુબ મુશ્કેલરૂપ હોય છે. કેટલીક વખત બાળકો સામાન્ય સ્તર પર ટેન્સન લેતા રહે છે. કેટલીક વખત આ સ્તર એટલુ વધી જાય છે કે આરોગ્ય પર તેની પ્રતિકુળ અએસર થવા લાગી જાય છે. આવી સ્થિતીમાં આ બાબત અંગે માહિતી મેળવી લેવાના જરૂર છે કે પરીક્ષાને લઇને બાળકોના સ્ટ્રેસ લેવલ કેટલા છે.
જો તમારા બાળકો કોઇ પણ કારણ વગર બિમાર થાય છે તો તેનો અર્થ સ્ટ્રેસ હોઇ શકે છે. કેટલાક બાળકો હમેંશા પરીક્ષા અને રિઝલ્ટને લઇને ચિંતાતુર રહે છે. ભવિષ્યના મામલે વાત કરતા ખચકાટ અનુભવ કરે છે. નીંદમાં ઘટાડો થઇ જાય છે. બીજા બાળકોને મળવામાં તકલીફ અનુભવ કરે છે. આ તમામ લક્ષણો પરીક્ષાને લઇને સ્ટ્રેસના રહેલા છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે સતત વાંચતા રહેવાથી અને પરીક્ષા અને રિઝલ્ટને લઇને હમેંશા વિચારતા રહેવાની બાબત દિમાગ પર અસર કરે છે. આવી સ્થિતીમાં દિમાગને કુલ રાખવાની જરૂર છે.
આના માટે મેડિટેશનની મદદ લેવામાં આવી શકે છે. ઘેરી શ્વાસ લેવાથી પણ આરામ મળે છે. આંખ બંધ કરીને પોતાને પસંદગીના સ્થળ પર જોવા અને અનુભવ કરવાના પ્રયાસ કરવાથી લાભ થાય છે. દરરોજ ૧૦થી ૧૫ મિનિટ સુધી આ પ્રક્રિયા કરવાની પણ જરૂર રહે છે. આના કારણે દિમાંગ શાંત રહે છે. યાદશક્તિમાં વધારો થાય છે. એકાગ્રતા પણ સતત વધતી રહે છે. જાણકાર લોકો સાફ રીતે માને છે કે દિમાગને આરામની જરૂર રહે છે. આવી સ્થિતીમાં પરીક્ષા પહેલા સમગ્ર રાત્રી ગાળામાં વાંચતા રહેવાની કોઇ જરૂર નથી. ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ લેવામાં આવે તે જરૂરી છે. રાત્રી ગાળામાં વહેલી તકે ઉંઘી જવા અને સવારે વહેલી તકે ઉઠી જવાથી લાભ થાય છે. રિલેક્સ રહીને સવાલ વાંચતા તમામ ચીજો યાદ આવતી જાય છે. યોગ પણ ઉપયોગી સાબિત થાય છે. ૨૦ મિનિટ સુધી યોગ અથવા તો કસરત પણ સ્ટ્રેસને દુર કરવામાં ઉપયોગી સાબિત થાય છે.
સવારમાં અથવા તો સાંજે કરવામાં આવતા વોકને લઇને પણ લાભ થાય છે. કેટલાક બાળકો પરીક્ષાના દિવસોમાં વધુને વધુ વાંચવાના ચક્કરમાં મોટા ભાગના બાળકો જમવાનુ પ્રમાણ ઘટાડી દે છે. સાથે સાથે રૂટીન ભોજન અને અન્ય ટેવમાં લાપરવાહી કરે છે. આના કારણે આરોગ્ય પર માઠી અસર થાય છે. આના કારણે બિમાર થવાનો ખતરો રહે છે. કેટલીક બાબતો પર ધ્યાન આપીને માનસિક અને શારરિક રીતે વધારે ફિટ રહી શકાય છે. રિલેક્શેશન થેરાપી પણ હવે ઉપયોગી બની છે. પરીક્ષાના ગાળા દરમિયાન બાળકો પોતાને મનોરંજનના દરેક માધ્યમતી પોતાને દુર કરી નાંખે છે. ફિજિકલ અને મેન્ટલી બન્ને રીતે આ બાબત યોગ્ય નથી. પોતાને રિલેક્સ રાખવા માટે અભ્યાસની સાથે સાથે એન્ટરટેઇનમેન્ટ પણ કુબ જરૂરી છે. આના માટે થોડાક સમય માટે મિત્રોને મળવા, આઉટડોર ગેમ્સ અથવાતો મ્યુઝિક , ડાન્સ , કોઇ પણ એÂક્ટવીટી પર ઉપયોગી સાબિત થાય છે. આના કારણે દરેક વખતે પ્રેશર દેખાશે નહી. સાથે સાથે ભણવામાં મજા પડશે. વધારે પ્રમાણમાં કોફી અને ચારનો ઉપયોગ પણ ન કરવાની સલાહ નિષ્ણાંત લોકો આપે છે. વધારે પ્રમાણમાં ચા અને કોફી કોલ્ડ ડ્રિક્સ અથવા તો એનર્જી વધારનાર ડ્રિક્સ બાળકોની બાયલોજિકલ ક્લોકને અસર કરે છે.
આનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાની સ્થિતીમાં ઉંઘ પર અસર થાય છે. પરીક્ષા દરમિયાન ભરપુર ઉંઘ ન લેવાની બાબત પણ નુકસાનકારક રહે છે. ચોકલેટ અને કુકીજ જેવી ચીજાથી બ્લડમાં શુગરનુ પ્રમાણ વધી જાય છે. જેથી ભુખ વધારે લાગે છે. જેથી જન્ક ફુડ ખાવાની ટેવ પડતી જાય છે. એગ્ઝામના ગાળા દરમિયાન પુરતા પ્રમાણમાં ઉર્જાની જરૂર શરીરને રહે છે. આવી સ્થિતીમાં દિવસની શરૂઆત હેલ્દી નાસ્તા સાથે કરવામાં આવે તે જરૂરી છે. એક વખત ખાવાના બદલે થોડાક થોડાક પ્રમાણમાં ભોજન કરવાથી ફાયદો થાય છે. પાણીની કમી શરીરમાં ન થાય તે માટે સતત ધ્યાન રાખવાની જરૂર રહે છે. ડીહાઇડ્રેશનથી બચવા માટે પાણીની સાથે સાથે જ્યુસ, છાશ, લિમ્બુ પાણી લેવાથી પણ ફાયદો થાય છે. સ્ટ્રેસ બસ્ટર ફુડનો ઉપયોગ કરી શકાય છે. પરીક્ષા અને પરિણામને લઇને બાળકો હમેંશા ટેન્શનમાં રહે છે. બીજી બાજુ બાળકો પર દબાણ વાલીઓ પર લાવતા રહે છે. વાલીઓ પણ બાળકોને ટેન્શન ઘટાડી દેવામાં મદદ કરી શકે છે. બાળકો માટે પરીક્ષાના દિવસોમાં તમામ પ્રકારની વ્યવસ્થા વાલીઓ અને માતા પિતા કરીને તેની ખાસ કાળજી લઇ શકે છે.