નવજાત શિશુ તરીકે વધુ સમય સુધી સ્તનપાન કરનાર બાળકોના ફેફસા વધુ સારી રીતે કામ કરે છે. આ ઉપરાંત ફોર્મુલા ઉપર આધારિત દૂધ પીનાર બાળકોની સરખામણીમાં શિશુ તરીકે વધુ સ્તનપાન કરનાર બાળકોમાં અસ્થમાનો ખતરો પણ ઓછો રહે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં આ મુજબની બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે. સંશોધકોએ કહ્યું છે કે ભૂતકાળના અભ્યાસમાં પણ વિરોધાભાષી પરિણામો જાણવા મળ્યા હતા. નવજાત શિશુ પર સ્તનપાનની અસર અંગે અગાઉ પણ અભ્યાસ કરવામાં આવી ચૂક્યા છે. ફેફસા ઉપર તેની અસર થાય છે કે કેમ તેને લઈને નોંધ લેવામાં આવી હતી. કેટલાક સંશોધનમાં સૂચન કરવામાં આવ્યું છે કે અસ્થમાથી ગ્રસ્ત નવજાત શિશુની માતાથી બાળકો ઉપર પણ તેની અસર થાય છે.
આના કારણે બાળકોમાં અસ્થમાનો ખતરો વધી જાય છે પરંતુ નવા સંશોધનમાં સૂચન કરવામાં આવ્યું છે કે અસ્થમા રોગ ધરાવતી માતાઓને પણ સ્તનપાનના કારણે ફાયદો થાય છે. અસ્થમા મુક્ત માતાઓની સરખામણીમાં અસ્થમાનો રોગ ધરાવતી માતાઓને વધુ ફાયદો થઈ શકે છે.
અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે નવજાત શિશુમાં સ્તનપાનના લીધે ફેફસાની કામગીરીમાં સુધારો થાય છે. કોલંબિયામાં યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિનામાં અસ્થમા પર કરવામાં આવેલા અભ્યાસમાં ડા. વિલ્ફ્રેડ કરમોસે આ મુજબની માહિતી આપી છે. જા ફેફસાની કામગીરી સારી રીતે આગળ વધશે તો તેનો સીધો ફાયદો શરીરને થાય છે.