કેટલાક લોકોને એવી તકલીફ રહે છે કે, તેમના ચહેરાના રંગ કરતા તેમનુ કપાળ કાળુ છે. ગાલનો કલર અને કપાળનો કલર અલગ અલગ લાગે છે. ઘણી બધી ક્રિમ યુઝ કરવા છતાં પણ કપાળની કાળાશ દૂર નથી થતી. આજે અમે તમને એક ઘરેલૂ ઉપાય બતાવીશુ જેનાથી તમારા કપાળની કાળાશ દૂર થઇ જશે. આ ઘરેલુ ઉપચારની કોઇ સાઇડ ઇફેક્ટ નથી.
- ચોખાનો લોટ લો. તમે બજારમાં મળતો ચોખાનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરે પણ ચોખાને પીસીને લોટ બનાવી શકો છો.
- 1 ચમચી ચોકાનો લોટ લો, તેમાં એક ચમચી કોફી પાવડર નાંખો, તેમાં એક ચમચી દહી નાંખીને પેસ્ટ બનાવી લો.
- બાદમાં તેને કપાળ પર લગાવી લો. બાદમાં તેને સ્ક્રબ કરી લો.
- સ્ક્રબ કર્યા બાદ તેને ધોઇ લેવુ જોઇએ. જેથી તમારુ કપાળ ધીરે ધીરે સફેદ થઇ જશે.
જો તમારુ કપાળ કાળુ પડી ગયુ છે તો આ ઘરેલુ ઉપચારથી તેને સફેદ કરી શકો છો.