આતી ક્યાં ખંડાલા…ચલતી હૈ ક્યાં નો સે બારા…મુઝસે શાદી કરોંગી…..આ પ્રકારનાં છોકરીઓને કરવામાં આવતા પ્રપોઝ હિરોગીરી બતાવવા ફિલ્મોમાં તો ખૂબ જોયા હશે. રીયલ લાઈફમાં તમને લાગે છે કે આવા ડાયલોગ કે ગીતોથી કોઈ યુવતિ તમારા તરફ આંકર્ષાય? મજાની વાત તો એ છે કે તો પણ આપણે બધા આવા ગીતોને એન્જોય કરીએ છીએ. મનોરંજન મેળવી હળવાશની લાગણી સાથે ઘરે આવીને ભૂલી જઈએ છીએ.
પ્રેમ જીવનમાં દરેકને થાય છે. ખૂબ અદૂભૂત હોય છે કોઈ અજાણ્યા વ્યક્તિ માટેની આ લાગણી. પ્રેમ કરવા કરતાં પણ અઘરો છે પ્રેમનો ઈઝહાર કરવો. ઘણાં લોકો ફિયર ઓફ રીજેક્શનને લીધે પોતાના ગમતા પાત્રની સામે પોતાનો પ્રેમ વ્યક્ત જ નથી કરી શકતા. ખૂબ જ નાજૂક પરિસ્થિતિ હોય છે જ્યારે તમે તમારા નજીકનાં કે જાણીતા પાત્રને પ્રેમનો ઈઝહાર કરો. કેમકે આવી પરિસ્થિતિમાં મિત્રતા ખોઈ બેસવાનો પણ ડર રહેતો હોય છે. આથી આવી ખાસ પળને ખૂબ જ ધીરજ પૂર્વક વ્યક્ત કરવી જોઈએ. પ્રપોઝ કરવા માટેની ઉતાવળ ક્યારેક ભારે પણ પડી શકે છે. આથી તમારા હદયની વાતને સાંભળો. પહેલા ખાતરી કરો કે સામેની વ્યક્તિ તમને પસંદ કરે છે કે માત્ર મિત્ર જ માને છે. થોડી વાતો કરીને પછી, ગાઢ મિત્રતા કેળવ્યા બાદ જો એવું લાગે કે એકબીજીને મળવાની તડપ બંને બાજુ સરખી છે, બંને એકબીજાને એટલું જ મિસ કરે છે ત્યારે એવી રીતે પોતાની પ્રપોઝલ મૂકો કે જો સામેની વ્યક્તિનો જવાબ ના હોય તો પણ સંબંધ ન બગડે અને મિત્રતા કે વાતચિત કાયમ રહી શકે. વધુ પડતાં ઈમોશનલ ન બની જતાં પ્રેક્ટીકલ બનીને જીવનમાં આગળ વધવાની તૈયારી રાખશો તો વધુ સુખી રહી શકશો.
મોટેભાગે લોકો ફિલ્મી સ્ટાઈલમાં નીચે બેસીને રોઝ આપીને વીલ યુ મેરી મી. જેવા શબ્દો સાથે પ્રપોઝ કરે છે. કેટલાંક લોકો રીંગ પહેરાવીને કે કાર્ડ આપીને પ્રપોઝ કરે છે. જાહેર સ્થળે, અન્ય લોકોની હાજરીમાં પ્રપોઝ કરતાં પહેલા વિચાર કરો. ક્યારેક એવી પરિસ્થિતિમાં તમારા પ્રિયજનને કમ્ફર્ટ ન પણ લાગે. આથી એકાંતમાં સારા મૂડમાં ખૂબ પોલાયેટલી સામેવાળાની મરજી પૂછો અથવા તમારી તેનાં માટેની લાગણી દર્શાવો. તેમનાં રીએક્શન જોઈને આગળ વધો.
તો આ રીતે આ ટિપ્સ તમને પ્રપોઝ કરવામાં કામ લાગશે. ઓલ ધ બેસ્ટ એ તમામ મિત્રોને જે આજે કોઈને પ્રપોઝ કરવાના છે.