ક્વિક કલાકંદને સામાન્ય લોકો ખુબ પસંદ કરે છે. તેને પસંદ કરનાર લોકોની સંખ્યા ખુબ મોટી છે. તેને પોષ્ટિક હોવાની સાથે સાથે સ્વાદિષ્ટ તરીકે પણ ગણવામાં આવે છે. ક્વિક કલાકંદ કઇ રીતે બને તેને લઇને વાત કરવામાં આવે તો આ રેસીપી સરળ રીતે તૈયાર કરી શકાય છે. સામગ્રીની વાત કરવામાં આવે તો તેને બનાવવા માટે ૨૧-૪ કપ ખમણેલુ તાજુ પનીર, ૧૧-૨ કપ દુધ પાઉડર, ૧૧-૨ કપ તાજુ ક્રિમ અને ૩-૪ કપ સાકરની જરૂર હોય છે. સાથે સાથે ૧-૨ ટી સ્પુન અથવા તો ચા ચમચી એલચી પાઉડરની જરૂર હોય છે. ક્વિક કલાકંદ કઇ રીતે બનાવી શકાય છે તે અંગે વાત કરવામાં આવે તો સૌથી પહેલા એક નોન સ્ટીક પેનમાં એલચીના પાઉડર સિવાયની બાકીની બધી ચીજ વસ્તુઓ મિક્સ કરી લેવામાં આવે છે. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરવામાં આવે છે.
આ તમામ ચીજાને સારી રીતે મિક્સ કરવામાં આવ્યા બાદ તેને મધ્યમ તાપ પર ૧૫ મિનિટ અથવા તો મિશ્રણ ઘટ ન બને ત્યાં સુધી હલાવતા રહેવાની જરૂર હોય છે. મિશ્રણ ઘટ બનીને પેનની બાજુએથી છુટવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહેવાની જરૂર હોય છે. આ ગાળા દરમિયાન પેનની બાજુઓ સાફ કરતા રાંધવાની જરૂર હોય છે. આ પ્રથમ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ તેને બીજી પ્રક્રિયા દરમિયાન તાપ પરથી નીચે ઉતારી લેવામાં આવે છે. ત્યારબાદ તેમાં એલચી પાઉડર મેળવીને સારી રીતે મિક્સ કરી લેવામાં આવે છે.
ત્રીજી પ્રક્રિયાના ભાગરૂપે તે પછી તેને પેનમાંથી કાઢી તરત ૧૭૫ મીમી વ્યાસની ઘી ચોપડેલી થાળીમાં રેડીને સરખી રીતે પાથરી દેવામાં આવે છે. ચોથી પ્રક્રિયાના ભાગરૂપે ત્યારબાદ તેના પર બદામની કાતરી તથા પિસ્તાની કાતરી તેની પર બહુ સારી રીતે ચિટકી જાય છે. તેને ઠંડુ થવા બાજુ પર રાખવામાં આવે છે. પાંચમી પ્રક્રિયાના ભાગરૂપે જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેના ટુકડા પાડીને પીરસવામાં આવે છે. અથવા તો તો પિરસવામાં આવે ત્યાં સુધી તેના ફ્રીજમાં મુકી દેવામાં આવે છે. આ રીતે ક્વિક કલાકંદ તૈયાર કરી શકાય છે. ક્વિક કલાકંદની પસંદગી કરનાર લોકોની સંખ્યા ખુબ વધારે છે. આ વાનગી તમામને પ્રભાવિત કરે છે.