સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વેચાતી દવાઓમાં સ્થાન ધરાવતી અને સેક્સ પાવરમાં વધારો કરતી વાયગ્રા દવામાં રહેલા સક્રિય ઘટકોના કારણે હૃદય સાથે જોડાયેલી તકલીફો ઓછી થાય છે. નવા અભ્યાસમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યો છે.
મિન્નેસોટામાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વાયગ્રામાં સક્રિય ઘટકતત્વો હાર્ટ સાથે સંબંધિત તકલીફોને ઘટાડવામાં ઉપયોગી છે. સંસોધકોએ હાર્ટ ફેલિયોરની તકલીફ ધરાવતા કુતરાઓ સહિત જુદા જુદા પ્રાણીઓ ઉપર અભ્યાસ કર્યા બાદ આ મુજબનો દાવો કર્યો છે. અભ્યાસ કારોને જાણવા મળ્યું છે કે, આ દવાઓમાં રહેલા ઘટકતત્વો હાર્ટની સ્થિતિને સુધારે છે. આ દવા એવા તત્વોને ઘટાડે છે જે તત્વો હાર્ટની તકલીફ માટે જવાબદાર હોય છે.
એનિમલ મોડલમાં એક પ્રકારની થેરાપી તૈયાર કરવામાં આવી છે. નવા અભ્યાસના તારણો સપાટી પર આવ્યાં બાદ આવનાર સમયમાં દર્દીઓની સફળ સારવાર માટે નવી આશા જાગી છે. જોકે, આ ઘટકતત્વો કઇ રીતે કામ કરે છે તે અંગે માહિતી આપવામાં આવી નથી. કેટલાક નિષ્ણાંતો અભ્યાસના તારણો સાથે સહમત નથી. નપુંસકતા વિરોધી દવા વાયગ્રાના હકારાત્મક અને નકારાત્મક પાસાઓ અંગેના સમાચાર વારંવાર મીડિયામાં પ્રકાશિત થતાં રહે છે. આ દવાઓને લઇને વિશ્વભરમાં હોબાળો મચી ચૂક્યો છે. કેટલાક દર્દીઓના મોત પણ થયાં છે. જેથી દવા સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં હતાં. નવા અભ્યાસના તારણો હાલમાં પ્રકાશિત કરાયા છે.