ભારતના સ્વીત્ઝર્લેન્ડ ગણાતા કોડાઇકનાલ તમિળનાડુના પશ્ચિમમાં સ્થિત શાનદાર હિલ સ્ટેશન તરીકે છે. ખુબસુરત પહાડીઓની વચ્ચે નગીનાની જેમ તેની સજાવટ રહેલી છે. કોડાઇકનાલનુ નામ આવતાની સાથેજ ખુબસુરત જગ્યાની યાદ આવી જાય છે જે તમામ લોકોને ભારે પ્રભાવિત કરે છે. દરિયાઇ સપાટી પરથી ૨૧૩૩ મીટરની ઉંચાઇ પર સ્થિત કોડાઇકનાલને અહીંના અદ્ભુત કુદરતી નજારાના કારણે ભારતના સ્વીત્ઝર્લેન્ડ તરીકે પણ ગણવામાં આવે છે.
કોડાઇકનાલનો અર્થ તમિળનાડુમાં અને તમિળ ભાષામાં જંગલ ઉપહાર તરીકે હોય છે. ધરતી પર આ હિલ સ્ટેશન ખરેખર કોઇ ઉપહારથી કમ નથી. કુદરતી સૌદર્યની વચ્ચે એકાન્ત પળોને તલાશવા માટે નિકળેલા હનીમુન કપલ હોય કે પછી હેલ્થ બેનિફિટ અને નવી તાજગી માટે આવેલા પ્રવાસીઓ માટે આ જગ્યા એક આદર્શ જગ્યા તરીકે છે. તમામને અહીં કુદરતી સૌદર્ય આકર્ષિત કરે છે. તમિળનાડુના આ હિલ સ્ટેશનને કુદરતે હમેંશા રોમાંચક અને આદર્શ રહેનાર મૌસમ તરીકે ભેંટ આપી છે.
અહીં તાપમાન સમગ્ર વર્ષ દરમિયાન ૧૦થી ૧૮ ડિગ્રી વચ્ચે રહે છે. ભીડભાડથી દુર અહીંના શાંત અને અભુતપૂર્વ કુદરતી સૌદર્ય નજારા તમામને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ જ કારણસર તેને સૌથી બેસ્ટ ટ્યુરિસ્ટ ડેÂસ્ટનેશન તરીકે ગણવામાં આવે છે. કાળઝાળ ગરમીથી બચવા અને આદર્શ વાતારવણની મજા માણવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચતા રહે છે. ૧૨ વર્ષમાં એક વખત ખિલનાર કુરુંજી ફુલને જાવા માટે પણ અહીં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. આ ફુલ માત્ર કોડાઇકનાલમાં જ જાવા મળે છે. ખુબસુરત સ્ટારફિશના આકારમાં ઝીલ પણ છે. જે તમામનુ ધ્યાન ખેંચે છે. માનવનિર્મિત આ ઝીલનુ આકાર સ્ટારફિશ જેવુ છે. આ ઝીલનુ નિર્માણ એક અંગ્રેજ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેનુ નામ સર બેરે લેવનેજ હતુ. આ ઝીલ પલાનીની પહાડીઓ પર સાત હજાર ફુટની ઉંચાઇ પર સ્થિત છે. આ ઝીલની આસપાસ ખુબ હોટેલ છે. રાત્રી ગાળામાં જા હોટેલમાં રોકાવવામાં આવે તો આ ઝીલના નજારાને ખુબ જારદાર રીતે જાઇ શકાય છે. આ ઝીલની પાસે ખુબ જુની સ્કુલ છે. જે ૧૯૦૧માં શરૂ કરવામાં આવી હતી.
આ ઝીલમાં તમે બોટિંગની મજા માણી શકો છો. કુદરતના ઉપહાર કોડાઇકનાલ ખુબસુરત ઝીલ, ઝરના, લીલા મેદાનો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. વરસાદ થયા બાદ અહીંની ખુબસુરતીમાં ચાર ચાંદ લાગી જાય છે. વરસાદની સિઝનમાં સવારના સમયમાં અહીં સામાન્ય રીતે ઇન્દ્રધનુષ પણ જાવા મળે છે. મોનસુનની સિઝનમાં અહીં જવાની બાબતને બેસ્ટ સિઝન ગણવામાં આવે છે. આ સમય હનીમુન મનાવવા માટે આવનાર કપલ્સ માટે પણ આ બેસ્ટ સમય હોય છે. મોનસુન દરમિયાન આ જગ્યાએ ફરવા માટેની યોજના બનાવી શકાય છે. કોડાઇકનાલ અનેક રીતે પહોંચી શકાય છે. માર્ગથી જવામાં આવે તો અહીં પલાની, ત્રિચી, બેંગલોર, કોઇમ્બતુર, મદુરાઇ અને અનેક મોટા શહેરો ઉપરાંત નાના નાના શહેરોથી પણ બસ ચાલે છે.
રેલવે રૂટ મારફતે પણ પહોંચી શકાય છે. અહીંથી સૌથી નજીક ૮૦ કિલોમીટરના અંતરે કોડાઇ રેલવે સ્ટેશન છે. હવાઇ માર્ગ મારફતે પણ પહોંચી શકાય છે. સૌથી નજીક મદુરાઇ વિમાનીમથકે છે. અહીંથી ૧૨૦ કિલોમીટરના અંતરે સ્થિત છે. અહીંથી બસ અને ટેક્સી સરળ રીતે મળી જાય છે. તમિળનાડુમાં જે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે તે કોડાઇકનાલના ઇરાદા સાથેજ સૌથી પહેલા પહોંચે છે. મોનસુનની સિઝનમાં તો કેટલીક વખત હાઉસફુલની સ્થિતી પણ જાવા મળે છે. પ્રવાસીઓ માટે ફરવા માટે આ જગ્યા આદર્શ હોઇ શકે છે.
કોડાઇકનાલને ભારતીય લોકો સ્વીત્ઝર્લેન્ડ તરીકે ગણે છે. ભારતના આ સ્વીત્ઝર્લેન્ડની અનેક વિશેષતા લોકોને અહીં ખેંચી લાવે છે. મૌસમ હમેંશા સુન્દર રહે છે. તાપમાન નીચુ હોવાના કારણે ફરવા માટે પણ આદર્શ રહે છે. કાળઝાળ ગરમીથી બચવા માટે પણ કેટલાક લોકો તો અહીં પહોંચે છે. આવનાર સમયમાં અહીં વધુને વધુ પ્રવાસીઓ પહોંચે તે માટે પણ કેટલાક આયોજન કરવામાં આવી રહ્યા છે.