અસ્થમાને ઘરેલું નુસખાથી જળમૂળથી મટાડી શકાતું નથી, પરંતુ કેટલાક ઉપાયોથી તેમાં રાહત અવશ્ય મેળવી શકાય છે. તો આવો જાણીએ કેટલાક ઘરેલું ઉપાય.
અંજીર
ત્રણ સૂકા અંજીરને આખી રાત પાણીમાં પલાળીને રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ તેને ખાઈ લો અને પાણી પણ પી જાવ. આવું ત્રણ મહિના સુધી કરવાથી અસ્થમામાં લાભ થશે.
દાડમ
દાડમનો રસ, આદુનો રસ અ મધને સમાન માત્રમાં લઈ ભેળવી દો. આ મિશ્રણ દિવસમાં ત્રણ વાર એક ચમચી પીવું. આનાથી અન્નનળી અને વાયુમાર્ગનાં અવરોધક દૂર થશે. જેના કારણે અસ્થમાનાં દર્દમાં રાહત મળશે.
લસણ
પા ભાગ કપ દૂધ લઈને તેમાં ત્રણ લસણની કળીઓ ઉકાળો. આ મિશ્રણને રોજ રાત્રે સૂતા પહેલા પી જાવો. આવું રેગ્યૂલર કરવાથી અસ્થમામાં રાહત થાય છે. આમ પણ લસણ અનેક રીતે અસ્થમાનાં દર્દીઓ માટે ફાયદાકારક છે.
મેથી
મેથીમાં ફેફસાને સાફ કરવાનો ગુણ રહેલો છે. એક કપ પાણીમાં એક ચમચી મેથીનાં દાણાં ઉકાળો. આ મિશ્રણને દિવસમાં બે વખત પી શકો છો તેમાં આદૂનો રસ અને મધ મિક્સ કરીને પણ પી શકો છો. તેનાથી લાંબે ગાળે અસ્થમામાં રાહત મેળવી શકો છો.