- હોળી એટલે આગલા દિવસે સાંજે ઓફિસથી છૂટતાં યાદ કરીને ધાણી અને ખજૂર લઈ જવાનો સમય
- હોળી એટલે હોળીકા પૂજા કર્યા પછી ઘણાં ટાઈમે પડોશી સાથે ઊભા રહીને કરેલી વાતો
- હોળી એટલે ત્રણ-ચાર દિવસ પહેલા જ બાળકોની કાર્ટૂનવાળી પીચકારી લઈ આપવાની જીદ.
- હોળી એટલે રંગ અને પીચકારી વેચી પેટિયુ રડી ખાતા ફૂટપાથવાસીઓ.
- હોળી એટલે જૂના અથવા સફેદ કપડાં પહેરીને કોઈ રંગ લગાવવા આવશે તેનું એક્સાઈટમેન્ટ.
- હોળી એટલે ગાલ પર ગમતા કલરનાં જાતે જ બે લીટા કરીને સેલ્ફી પાડવી. વીથ હેશટેગ એન્જોય હોલી.
- હોળી એટલે વર્ચ્યુઅલ ફ્રેન્ડસને ફેસબુક લાઈવ કરીને અથવા ઈન્સ્ટાગ્રામ પર બૂમરેંગ કરીને બતાવાતું એન્જોયમેન્ટ.
- હોળી એટલે મિત્રને પાછળથી પકડીને ડોલ ભરીને રેડીને ઝબકાવી દેવાની મજા.
- હોળી એટલે દરેક સોસાયટીમાં એક એવી આન્ટી જે ઘર બંધ કરીને બેસી રહે અને કલરથી ઘર બગાડવાવાળાને કોસ્યા કરે.
- હોળી એટલે આખુ વર્ષ ટાંકી છલકાવીને પાણી બગાડ્યા પછી હોળીમાં પાણીનો બગાડ ન કરવા માટેનાં મેસેજ કરતાં અંકલ.
- હોળી એટલે જો કોઈ મોઢું ધૂએ તો પાછો તેને રંગથી ભરી મૂકીને હેપ્પી હોલી ચીલ્લાવવાની મજા.
- હોળી એટલે સોસાયટીનાં દરેક ઘર ખખડાવીને એક એકને ચૂન ચૂન કર બહાર કાઢીને રંગવાનો ટાર્ગેટ.
- હોળી એટલે પડોશી ભાભીને રીક્વેસ્ટ કરીને બહાર બોલાવી રંગે રંગી કાઢવાની મસ્તી.
- હોળી એટલે કેટલાક અડવીતરાઓ દ્વારા કૂતરાને પણ ગુલાબી કે વાદળી રંગવાળો કરી નાખવાની વૃત્તિ.
- હોળી એટલે રંગબેરંગી કલર સાથે ફૂલ મ્યૂઝિક, ગ્રૂપ સેલ્ફી અને સાથે નાસ્તાની જયાફત.
- હોળી એટલે દાદા- દાદીની બૂમો…રોયાઓ ટાંકી ખાલી કરી નાખી મારી.
- હોળી એટલે ઘર અને ઓટલા બગાડ્યા પછીની મમ્મીની કચકચ.
- હોળી એટલે બધુ પત્યા પછી ઘર આંગળે ડોલ અને સાવરણો લઈને કરાતુ સફાઈ અભિયાન.
- હોળી એટલે પત્યા પછી બીજે દિવસે મોબાઈલમાં જોવાનું કેટલા લાઈક થયા અને કેટલી કમેન્ટ્સ મળી.
- હોળી એટલે રાત્રે પતિ સાથે કોફી પીતા પીતા કરાતી વાતો…આ વર્ષે હોળીની મજા આવી નહીં…પાંચ વાતો કહો…
ધાર્યું ના થાય તો દુઃખી થનારા લોકો માટે વાંચવા જેવી એક ટૂંકી વાર્તા, વાર્તા વાંચ્યા બાદ વીડિયો જોવાનું ચુકતા નહિ
કોર્પોરેટ જોબ કરતા મધ્યમવર્ગ પરિવારના સભ્યની કોસ્ટકટિંગની આ સીઝનમાં જોબ જાય છે. કઈ પણ કામ હોય તો કહેજે આવું કહેતા...
Read more