અહીં ચાર કારણો છે, જે ફેમિલી એન્ટરટેનરને મસ્ટ-વૉચ બનાવે છે!

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વ્હાલમ જાઓ ને4 નવેમ્બરથી સિનેમાઘરોમાં થઇ રહી છે રિલીઝ!

  1. વ્હાલમ જાઓ ને…’ ફિલ્મને તેનું શીર્ષક કેવી રીતે મળ્યું!

વ્હાલમ જાઓ ને પ્રતિભાશાળી પાવરહાઉસ કલાકારો સાથેની એક પારિવારિક ફિલ્મ છે, ફિલ્મને મુખ્ય કલાકારોના પાત્રાલેખન અને તેમના લક્ષણોને અનુરૂપ પોતાનું શીર્ષક મળ્યું છે અને પ્રતિક ગાંધી દ્વારા ભજવવામાં આવેલા સુમિત ગાંધીના સ્વભાવ અને તેમની વિચાર પ્રક્રિયાને એક પંક્તિમાં પ્રતિબિંબિત કરે છે.

WhatsApp Image 2022 11 04 at 2.47.33 PM 1

2. ગુજરાતી સિનેમાના 10 દિગ્ગજ કલાકારો!

વ્હાલમ જાઓ ને એક સંપૂર્ણ પારિવારિક મનોરંજન છે અને પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ અને થિયેટર ઉદ્યોગના 10 દિગ્ગજ કલાકારો એક સાથે આવ્યા છે; દરેક પાત્ર વિશેષ છે અને તેમની પડકારજનક ભૂમિકાઓને સૌથી યથાર્થ રીતે રજૂ કરી છે, એક સંપૂર્ણ કોમેડી જે દરેકને પેટ પકડીને હસાવવાની ખાતરી આપે છે. વ્હાલમ જાઓ ને દિગ્ગજોમાં – પ્રતિક ગાંધી, દીક્ષા જોષી સાથે ટીકુ તલસાણિયા, સંજય ગોરાડિયા, જયેશ મોરે, ઓજસ રાવલ, કવિન દવે, કિંજલ પંડ્યા, બિંદા રાવલ અને પ્રતાપ સચદેવ શામેલ છે.

3. પ્રતિક ગાંધી ફરી પોતાના મૂળ તરફ!

પ્રતિક ગાંધી લગભગ ત્રણ વર્ષના લાંબા ગાળા પછી ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે, જે તેમના સ્થાનિક ચાહકો માટે એક મોટી ટ્રીટ છે! વ્હાલમ જાઓ નેમાં પ્રતિક એક સંગીતકારની ભૂમિકા ભજવે છે અને રણવીર સિંહની સ્ટાઈલિસ્ટ બનવા માંગતી એક શ્રીમંત એનઆરઆઈ ઉદ્યોગપતિની ફેશન ડિઝાઇનર પુત્રી દીક્ષા જોશીના પ્રેમમાં પડે છે.

WhatsApp Image 2022 11 04 at 2.47.33 PM

3. આ એક હેટ્રિક છે! વ્હાલમ જાઓ ને પ્રતિક ગાંધી અને હાર્દિક ગજ્જરની એકસાથે ત્રીજી ફિલ્મ છે.

બે સફળ હિન્દી ફિલ્મો બાદ, દિગ્દર્શક હાર્દિક ગજ્જરે ગુજરાતી સિનેમામાં પ્રવેશ કર્યો. હાર્દિકની સેન્સ ઑફ હ્યુમર ખૂબ જ સારી છે અને તેઓ એક સંપૂર્ણ એન્ટરટેનર બનાવવાનું વિચારી રહ્યા હતા. પરફેક્ટ ફેમિલી કોમેડી માટેની તેમની શોધનો અંત આવ્યો, જ્યારે તેમણે વ્હાલમ જાઓ નેની સ્ક્રિપ્ટ સાંભળી અને પ્રતિક ગાંધી કે જેમની સાથે તેઓ ઘનિષ્ઠ મિત્રતા ધરાવે તેમને પોતાની સાથે લીધા અને એકસાથે ત્રીજી ફિલ્મ ચિહ્નિત કરી

4. મ્યુઝિક આ ફેમિલી એન્ટરટેઇનરમાં તડકો ઉમેરે છે!

ફિલ્મમાં સફળ જોડી સચિન-જીગર દ્વારા સંગીત આપવામાં આવ્યું છે, જેમણે હિન્દી અને ગુજરાતી સિનેમા માટે અનેક હિટ ટ્રેક કમ્પોઝ કર્યા છે. સચિન-જીગરે ફિલ્મના મૂડને યોગ્ય રીતે વર્ણવતી અસાધારણ પ્રસ્તુતિઓને કંપોઝ કરી છે. વ્હાલમ જાઓ નેના ગીતો મધુર, ભાવપૂર્ણ અને મનોરંજક છે અને ફિલ્મના મૂડને સંપૂર્ણ રીતે કેપ્ચર કરે છે. ચોરી લઉં એ એક ઇન્ટેન્સ રોમેન્ટિક સોન્ગ છે, જે તમારા હૃદય અને આત્માના ઊંડાણમાં પ્રવેશી જાય છે, તો બીજી તરફ મુરતીયો મૂડમાં નથી પરિવારોને ડાન્સ ફ્લોર પર ખેંચી લાવવાનું વચન આપતું પરફેક્ટ વેડિંગ સોન્ગ છે.આ ગીત એ તમામ છોકરાઓ માટેનું એક એન્થમ છે, જેઓને કોઈ કારણોસર લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે!

વ્હાલમ જાઓ ને ગુજરાતી સિનેમામાં જિયો સ્ટુડિયોની આગેકૂચને ચિહ્નિત કરે છે. આ ખૂબ જ પ્રતિભાશાળી સ્ટાર કાસ્ટનું પીઠબળ ધરાવતી ટ્વીસ્ટ્સ એન્ડ ટર્ન્સ સાથેની મલ્ટી-સ્ટારર રોલર કોસ્ટર કોમેડીને થિયેટરોમાં જોવી જ જોઈએ, જેનો પ્રારંભ કરવાની શ્રેષ્ઠ રીત બીજી શું હોઇ શકે છે!

જ્યોતિ દેશપાંડે, જિયો સ્ટુડિયો અને હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત, વ્હાલમ જાઓ ને આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Share This Article