મોદીના ગુજરાત પ્રવાસને લઇ ભારે ઉત્સાહ દેખાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત યાત્રાએ આજે આવી પહોંચ્યા હતા. આની સાથે જ તેમના ભરચક કાર્યક્રમોની શરૂઆત થઇ હતી. મોદી આવી પહોંચ્યા બાદ વિમાની મથકે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ વિમાની મથકે મોદીના સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ પણ પહોંચ્યા હતા. ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમોમાં મોદી વ્યસ્ત થઇ ગયા હતા. રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, મુખ્યમંત્રી રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુવાઘાણી, મેયર બિજલ પટેલ પણ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. મોદીના સ્વાગત માટે નાયબ મુખ્યમંત્રી વિમાની મથકે ઉપસ્થિત રહ્યા ન હતા.

મોદી જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા. સૌથી પહેલા તેઓએ વીએસ હોસ્પિટલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુ ઓફ મેડિકલ સાયન્સ રિસર્ચનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્‌ઘાટન કર્યું હતું. જુદા જુદા કાર્યક્રમો વેળા ટૂંકા સંબોધન કર્યા હતા. મોડી સાંજે ગાંધીનગર જવા રવાના થયા હતા જ્યાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. આગલા દિવસે વાયબ્રન્ટના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે.

Share This Article