ભારે વરસાદની ચેતવણી અકબંધ : વિવિધ પગલા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ખાસ કરીને ગીરસોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. આ વિસ્તારોમાં હજુ પણ ૭૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પવનની સાથે વરસાદ જારી રહેશે. આગામી ૧૨ કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. ગરમીથીથી રાહત મળી છે. વાદળછાયુ વાતાવરણ રહેતા અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી રહ્યું છે.

Share This Article