અમદાવાદ : અમદાવાદમાં ગરમીનું પ્રમાણ અકબંધ રહ્યું છે. મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફારની સ્થિતિ જાવા મળી નથી. આગામી બે ત્રણ દિવસ દરમિયાન પણ મહત્તમ તાપમન યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રી રહ્યું હતું. આજે અમદાવાદમાં ૪૧.૬ ઉપરાંત ડિસામાં ૪૧.૪, ગાંધીનગરમાં ૪૧.૪, સુરેન્દ્રનગરમાં ૪૧.૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ આજે કંડલા એરપોર્ટ ખાતે થયો હતો જ્યાં મત્તમ તાપમાન ૪૨.૨ ડિગ્રી નોંધાયું હતું. હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી જેથી સામાન્ય લોકોને રાહત થઇ છે. જા કે, અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હિટવેવને લઇને એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવ્યા બાદ તેને લઇને પણ રાહત થઇ છે.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તીવ્ર ગરમીનું મોજુ હાલમાં ફરી વળ્યું છે. આવતીકાલે અમદાવાદમાં પારો ૪૨ ડિગ્રી સુધી રહી શકે છે. હવામાનમાં એકાએક ફેરફારની સ્થિતિના પરિણામ સ્વરુપે લોકોને અને ખાસ કરીને બાળકોને સાવચેત રહેવાની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી છે. ગરમીથી બચવા માટે શહેરમાં જુદી જુદી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. કોર્પોરેશન તરફથી લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જાઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. અમદાવાદ શહેરમાં પણ લોકોની હાલત કફોડી બની ગઈ હતી. અમદાવાદમાં એપ્રિલ માસમાં આટલી ગરમી હાલમાં સૌપ્રથમવાર નોંધાયા બાદ રેડ એલર્ટ જાહેર કરાયું હતું પરંતુ હવે ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો છે. સાથે સાથે ગરમીને લઇ અમ્યુકો દ્વારા ખાસ એકશન પ્લાનની પણ જાહેરાત કરવામાં આવી છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા ૧૦૮માં આવતા કોલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. લોકોને બહાર નિકળવા માટેની સલાહ પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૪૦થી ૪૩ વચ્ચે રહ્યો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, મે મહિનામાં ગરમીના પ્રમાણમાં હજુ ઉલ્લેખનીય વધારો થઇ શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ ઘટી રહ્યું છે.
આજે આંશિક વાદળછાયા વાતાવરણની વચ્ચે મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જાવા મળી હતી. ગઇકાલની સરખામણીમાં પારો ગગડ્યો હતો. બપોરના ગાળામાં પણ અન્ય દિવસોની સરખામણીમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો.