બાળકો માટે હેલ્ધી ફૂડ જરૂરી છે, પરંતુ તેમને યોગ્ય સમયે યોગ્ય ખોરાક મળવો જરૂરી છે, જે આજકાલ શક્ય બનતું નથી. ટીવી પર આવતી જંક ફૂડની એડ્વર્ટાઇઝ અને માર્કેટમાં ઉપલબ્ધ આવા પેકેટ ફૂડ્સ અને અનહેલ્ધી ફૂડ્સ બાળકોને વધુ પસંદ પડતું હોય છે. તો ચાલો જોઈએ કેટલીક ઝટપટ બનતી વાનગીઓ જે બાળકોને પણ પ્રિય બનશે.
કોર્ન ભેળ : બાફેલા મકાઈના દાણા અને તેની સાથે તમે બીન્સ અને સ્પ્રાઉટ્સ પણ ઉમેરી શકો છો ઉપરાંત તેમાં થોડું ઓલિવ ઓઇલ અને બટર એડ કરો અને સાથે ચાટ મસાલો તથા ટામેટાથી ગાર્નિશ કરો. જે બાળકો માટે ખુબ હેલ્ધી છે અને બાળકોને તો કોર્ન અને બટર તેમને પહેલેથી જ પ્રિય હોય છે.
તરબૂચ અને કીવી સ્મૂધી : બંને વિટામિનથી ભરપૂર છે અને સાથે જ કીવી વિટામિન C માટે શ્રેષ્ઠ છે. બંનેનો જ્યુસ આપી શકો છો. આ ઉપરાંત તમે બીજા કોઈ પણ ફળોને ઉમેરી શકો છો. જેમ કે એપલ ,કેળું ,જામફળ વગેરે. તેમાં તમે હની અને દૂધ પણ ઉમેરી શકો છો.
રાગી કુકી: રાગીનો લોટ વિટામિન્સ અને આયર્નથી ભરપૂર હોવાથી બાળકો માટે ખુબ જરૂરી છે, રાગીના લોટનો કલર બ્રાઉન જેવો હોવાથી તેને કૂકીઝ અને બિસ્કિટના રૂપમાં આપવાથી તે વધુ પ્રિય બનશે, તેમાં ખાંડની બદલે તમે હની અને બ્રાઉન શુગર પણ વાપરી શકો છો.
ઓટ્સ ઈડલી : ઓટ્સ અને રવાના લોટને મિક્સ કરીને તેની ઈડલી પણ ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે, તે પણ બાળકો ખુબ પસંદ કરશે, તેમાં તમે લીલા શાકભાજી જેમકે ગાજર, વટાણા, મકાઈના દાણા, કેપ્સિકમ વગેરે પણ ઉમેરી શકો છો.
તો ઉપર દર્શાવેલી વિવિધ વાનગીઓ જરૂર એક વાર ટ્રાય કરજો