અમદાવાદના મણિનગર વિસ્તારમાં 100 બેડની કેર એન્ડ ક્યોર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે કાર્ડિયોલોજી ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) અને હાઇ રિસ્ક ઓબ્સ્ટ જેવા યુનિટની સુવિધામાં વધારો કર્યો છે.
શુક્રવારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કેર એન્ડ ક્યોર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નવા સ્ટેટ ઓફ ધ આર્ટ કાર્ડિયોલોજી IVF અને હાઈ રિસ્ક ઓબ્સ્ટેટ્રિક્સ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નવા યુનિટની મુલાકાત લીધી અને ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી પણ મેળવી હતી.
આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કેર એન્ડ ક્યોર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સમગ્ર ટીમને આ નવા યુનિટ શરૂ કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ PMJAY યોજના હેઠળ ગરીબમાં ગરીબ લોકો માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહી છે. સરકારી, ખાનગી અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો વચ્ચેની પાતળી રેખાઓ પણ ભૂંસી નાખવામાં આવી રહી છે.
ઉલેખનીય છે કે, નવું કાર્ડિયોલોજી યુનિટ સિમેન્સ આર્ટીસ વન કેથ લેબ, GEનું 2D ઇકો મશીન અને કાર્ડિયાક ક્રિટિકલ કેર યુનિટ વિવિધ સુવિધાઓથી સજ્જ છે. એટલું જ નહિ ટીમ પાસે 50,000થી વધુ કાર્ડિયાક પ્રક્રિયાઓનો અનુભવ છે.
મણિનગરમાં નવું હાઈ રિસ્ક ઑબ્સ્ટેટ્રિક્સ યુનિટ એ પ્રથમ યુનિટ છે જે વંધ્યત્વ સારવાર, ઉચ્ચ સ્તરની લેપ્રોસ્કોપિક સર્જરી, આનુવંશિક પરામર્શ, અદ્યતન સ્ટેમ સેલ થેરાપી અને અન્ય જેવી સેવાઓ પૂરી પાડશે.
કેર એન્ડ ક્યોર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. પરેશ શાહે કહ્યું કે, અમે છેલ્લા એક વર્ષથી અમદાવાદના લોકોની સેવા કરીએ છીએ અને ઘણા દર્દીઓ માટે વિશ્વાસપાત્ર હેલ્થકેર પાર્ટનર બન્યા છીએ. અમે અમારી હૉસ્પિટલમાં કાર્ડિયોલોજી, IVF અને હાઇ રિસ્ક ઓબ્સ્ટ જેવા યુનિટને ઉમેરવા માટે ખૂબ જ આનંદિત છીએ, જે અમારી હાલની સેવાઓમાં એક મોટો ઉમેરો છે અને અમને આ ક્ષેત્રોમાં વિશ્વ-સ્તરની તબીબી સેવા પૂરી પાડીશું. કેર એન્ડ ક્યોર પરિવારમાં અનુભવી અને કુશળ ડોકટરોનું સ્વાગત કરવામાં પણ અમને આનંદ થાય છે.
કેર એન્ડ ક્યોર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ટ્રોમા કેર, ઈમરજન્સી અને ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સ્પાઈન સર્જરી, ન્યુરોસર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ગેસ્ટ્રો સર્જરી, નેફ્રોલોજી, યુરોલોજી, મેડિસિન, પેડિયાટ્રિક સર્જરી, ફિઝીયોથેરાપી, ડેન્ટીસ્ટ્રી સંબંધિત ઉચ્ચ ગુણવત્તાની સારવાર પૂરી પાડે છે. અલ્ટ્રામોડર્ન મોડ્યુલર ઓપરેશન થિયેટર, આઈસીયુ ઓન વ્હીલ્સ અને અન્ય સેવાઓથી સજ્જ છે.
હોસ્પિટલ એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, 2ડી ઇકો, ટીએમટી, સોનોગ્રાફી, એક્સ-રે, પેથોલોજી અને યુરોફ્લોમેટ્રીની સુવિધાઓ પૂરી પાડે છે. હોસ્પિટલ કેશલેસ સુવિધા પણ છે અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)નો લાભ પણ આપવામા આવે છે.