હસ્તકલાને પ્રોત્સાહન આપવા બદલ અને ટેગિંગ માટે હસ્તકલા સેતુ યોજનાને મળ્યો GI એક્સેલન્સ એવોર્ડ – ગુજરાત ચેપ્ટર

Rudra
By Rudra 5 Min Read

અમદાવાદ: ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગના કમિશનરેટ (CCRI) ની પહેલ અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા અમલમાં મુકાયેલી હસ્તકલા સેતુ યોજનાને હસ્તકલાને પ્રોત્સાહન આપવા બદલ અને જિઓગ્રાફિકલ (GI) ટેગિંગમાં ઉત્કૃષ્ટતા બદલ એક્સેલન્સ એવોર્ડ – ગુજરાત ચેપ્ટરથી સન્માનિત કરવામાં આવી છે. આ પુરસ્કાર 18 જુલાઈ 2025 ના રોજ બૌદ્ધિક સંપદા પ્રતિભા શોધ પરીક્ષા અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા આર્થિક વિકાસ, સાંસ્કૃતિક સંરક્ષણ અને વૈશ્વિક માન્યતા માટે GIનો લાભ લેવો' આયોજિત કોન્ફરન્સ દરમિયાન આપવામાં આવ્યો હતો.

 

આ સન્માન ગુજરાતની પરંપરાગત હસ્તકલાનું સંરક્ષણ કરવા, લાંબા ગાળા માટે આજીવિકા મેળવવા માટે કારીગરોને સમર્થન આપવા અને આજના વિકસતા બજારોમાં નવી તકો શોધવાની સાથે તેમની અનન્ય કુશળતાને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે પ્રોજેક્ટની વર્તમાન પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.

 

ગુજરાતના હેન્ડલુમ અને હાન્ડીક્રાફ્ટ ક્ષેત્રોને પુનર્જીવિત કરવા માટે એક વ્યાપક કાર્યક્રમ તરીકે અમલમાં મુકવામાં આવેલ હસ્તકલા સેતુ યોજના, ગુજરાતના ગ્રામીણ અને કુટીર ઉદ્યોગોને મજબૂત બનાવવા માટે એક ઉદ્યોગસાહસિક સમુદાય વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. વધુમાં, તે ગ્રામીણ કારીગરો માટે કુશળતા, ડિઝાઇન અને બજાર સાથે જોડાણ સ્થાપિત કરવા માટે સક્રિયપણે કામ કરી રહી છે.

 

સપ્ટેમ્બર 2020માં છ જિલ્લાઓમાં તેની શરૂઆત થઈ ત્યારથી, આ પ્રોજેક્ટ 34,000 થી વધુ કારીગરો સુધી પહોંચવાની સાથે ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં કાર્યરત છે. સંરચિત ટ્રેનિંગ મોડ્યુલ, ડિઝાઇનમાં સુધારો કરવા માટેના પગલાંઓ, બ્રાન્ડિંગ સંબંધિત માર્ગદર્શન અને ડિજિટલ માર્કેટિંગ હેન્ડહોલ્ડિંગ દ્વારા, EDII એ 11,000 થી વધુ કારીગરોને તેમનો શોખને વેપારમાં બદલવામાં મદદ કરી છે. વધતી જતી સંખ્યામાં
કારીગરોને જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ના માળખા હેઠળ તેમના ઉત્પાદનોની નોંધણી કરવામાં પણ મદદ કરવામાં આવી છે, જેનાથી તેઓ તેમની પરંપરાગત હસ્તકલાનું સાંસ્કૃતિક અને આર્થિક મૂલ્ય મેળવી શકે અને તેનું રક્ષણ કરી શકે છે.

 

આ ઉપલબ્ધિ પર વાત કરતા, ગુજરાત સરકારના કોટેજ અને ગ્રામીણ ઉદ્યોગના સચિવ અને કમિશનર શ્રીમતી આર્દ્રા અગ્રવાલ (IAS) એ કહ્યું, ગુજરાતની પરંપરાગત હસ્તકલા આપણા લોકો અને સમુદાયોની ઓળખમાં ઊંડા મૂળ ધરાવે છે. હસ્તકલા સેતુ યોજના દ્વારા, અમે આ પરંપરાઓનું સંરક્ષણ કરવાની સાથે આજના વિકસતા બજારોમાં કારીગરોને આગળ આવવા માટે પણ સક્ષમ બનાવવાનો પ્રયાસ કર્યો છે. GI
એક્સેલન્સ એવોર્ડ એક ગર્વની ક્ષણ છે; તે કારીગર-સંચાલિત વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. અમે કારીગરો, માર્ગદર્શકો અને EDII જેવા ભાગીદારોની, અમારા સપનાને સાકાર કરવામાં અમારી મદદ કરવા બદલ પ્રશંસા કરીએ છીએ.

 

EDII ના ડાયરેક્ટર જનરલ ડૉ. સુનિલ શુક્લાએ જણાવ્યું હતું કે, "હસ્તકલા સેતુ યોજના કારીગરોના વાસ્તવિક જીવન સાથે તેના મજબૂત જોડાણના કારણે તેમના જીવનમાં ફરક લઇ આવે છે. તે તેમને માત્ર તેમની કુશળતા સુધારવામાં જ નહીં, પણ તેમના વારસાનું સંરક્ષણ કેવી રીતે કરવું, ઉદ્યોગસાહસિક ક્ષમતાઓ અને ડિજિટલ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો અને એક વેપારી તરીકે વિકાસ કેવી રીતે કરવો તે સમજવામાં પણ મદદ કરે છે. ભૌગોલિક સંકેતો તેમના કામને બજારમાં તે ઓળખ અને સન્માન આપવામાં મોટી ભૂમિકા ભજવે છે જે તેને મળવી જોઈએ. EDII ખાતરી કરીને કે આ કારીગરો ફક્ત તેમની કારીગરીનું રક્ષણ જ નહીં પરંતુ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ પણ કરે, અમને તેમની સાથે આ સફર પર ચાલીને ગર્વ અનુભવીએ છીએ. આ પુરસ્કાર અમને આ મોડેલને વધુને વધુ લોકો સુધી લઈ જવા માટે પ્રોત્સાહિત કરે છે.

 

આ પ્રોજેક્ટનો GI ઘટક સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં ટાંગાલિયા, રોગન કલા, કચ્છ ભરતકામ અને માતા ની પચેડી જેવી સ્થાનિક હસ્તકલાનું સંરક્ષણ કરવા અને ઉચ્ચ-મૂલ્યવાળી ચીજવસ્તુઓ તરીકે ઓળખ આપવામાં ખુબ જ અસરકારક રહ્યો છે. આ પ્રોજેક્ટ ઈ-કોમર્સ ઓનબોર્ડિંગ, એક્સહિબીશન અને કારીગરો માટે તૈયાર કરાયેલા વિશિષ્ટ પ્લેટફોર્મ દ્વારા બજાર સુધી પહોંચવામાં મદદ કરે છે. પરિણામે, સમર્થિત કારીગરોએ સામૂહિક રીતે ₹100.10 કરોડથી વધુની આવક ઉભી કરી છે, જે કારીગરોની આવક અને આજીવિકામાં સ્પષ્ટ સુધારો દર્શાવે છે.

 

હસ્તકલા સેતુ યોજનાએ ધીમે ધીમે લુપ્ત થતી પરંપરાગત હસ્તકલાને ફરી જીવિત કરવામાં મદદ કરી છે, યુવાનોને તેની સંસ્કૃતિ પર ગર્વ લેવા પ્રેરણા આપી છે, અને વિચારશીલ નીતિઓ અને નવીનતા દ્વારા કારીગરોને સમર્થન આપવામાં ગુજરાતને અગ્રેસર તરીકે સ્થાન આપ્યું છે. વાસ્તવિક જીવન પર કેન્દ્રિત સમર્થન સાથે, આ પ્રોજેક્ટ દર્શાવે છે કે સાંસ્કૃતિક વારસો હજારો કારીગરો માટે ગૌરવ, સન્માન અને લાંબા ગાળાની
આજીવિકાનો સ્ત્રોત કેવી રીતે બની શકે છે.

Share This Article