હેપી ટેડીબેર ડે….હિન્દીમાં કહેવાય છે પ્યાર કા ભાલૂ…આપણને આના વિશે કંઈ ખબર નથી કે કેમ ટેડી ડે મનાવાય છે કે તેની પાછળની શું હિસ્ટ્રી છે. એક લોકવાયકા પ્રમાણે ટેડીબેર એ સોફ્ટનેસ અને ક્યૂટનેસનું પ્રતીક છે. પોતાના સ્વજનને લાગણી દર્શાવવા માટે આ દિવસે ટેડીબેર ગીફ્ટ કરવામાં આવે છે. ટેડીબેર એક એવી વસ્તુ છે જે આબાલવૃધ્ધ દરેકને પ્રિય હોય. ઘણાં લોકોતો તેને સાથે રાખીને સૂઈ જતા હોય અને ઘણાં લોકો તો તેને બેસ્ટ ફ્રેન્ડ બનાવીને તેની સાથે વાતો પણ કરતાં હોય.
આજે માર્કેટમાં વિવિધ ફર અને કલરવાળા દરેક સાઈઝનાં ટેડીબેર મળે છે. પોતાની ગર્લફ્રેન્ડને ગીફ્ટ આપવા માટે ટેડીબેર બેસ્ટ ઓપ્શન છે. ટેડીબેરની સાથે એક મેસેજ પણ આપ આપના પ્રિયજનને આપી શકો છો. પ્રેમનો ઈઝહાર કરવા માટે પ્રેમની લાગણી વ્યક્તિ કરતાં આ પ્રકારનાં ટેડીબેર બેસ્ટ ચોઈસ છે.
જો તમે કોઈને મિસ કરતાં હોવ અને એ વાત તેનાં સુધી પહોંચાડવી હોય કે તમે તેના માટે કેટલાં સ્પેશિયલ છો, તો આ ટેડીબેર ગીફ્ટ કરી શકો છો.
મિત્રતા માટે પણ દોસ્તીની શરૃઆત કરવા અને દોસ્તીને આગળ વધારવા ટેડી ગીફ્ટ આપી શકાય છે.
તો આ ટેડી ડે પર આપ પણ આપનાં પ્રિયજનને ટેડીબેર ગીફ્ટ કરી શકો છો.