હેપ્પી ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવનાર છે. આ દિવસનુ ખાસ મહત્વ રહેલુ છે. સુ તમે બાળકની મોટી જવાબદારી લેવા માટે તૈયાર છો. પાપા શબ્દના સંબોધન માત્રથી આપની અંદર એક કાસ હોદ્દાને જન્મ મળી જાય છે. આ સુખદ અનુભવ તો માત્ર પિતા બનીને કરી શકાય છે. પોતાના પિતૃત્વને મજબુત અને વધારે જવાબદાર બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા લેવાની જરૂર હોય છે. માતાની જેમ જ પિતા બનવાની બાબત પણ કોઇ સામાન્ય બાબત નથી.
આ એક કુદરતી અહેસાસ તરીકે હોય છે. જે આપને બીજા પુરૂષો કરતા અલગ પાડે છે. કદાચ નવા પિતા બની ગયા બાદ તમને થોડીક ગભરાટ લાગે. કારણ કે આપના જીવનસાથીનુ તમામ ધ્યાન બાળકની સારવારમા જાય છે. નવજાત શિશુની કાળજી લેવામાં સંપૂર્ણ ધ્યાન જાય છે જેથી તમારી અવગણના થઇ રહી છે તેવો અહેસાસ થઇ શકે છે. હકીકતમાં આપની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ બની જાય છે. રોજના ઘરેલુ કામમાં તમે ભાવનાત્મક સમર્થન તો આપી શકો છો.
આના કારણે આપનુ ખાલીપણુ દુર થઇ શકે છે. આના કારણે આપની પÂત્નને પણ રાહત મળી શકે છે. ગર્ભાવસ્થાના સમાપન બાદ શારરિક પરિવર્તનના દોરમાં હાર્મોન્સના પરિવર્તન જાવા મળે છે. આવી સ્થિતીમાં એક નવી માતાના મન નાજુક રહે છે. તેને નાનકડી ઠેસ પણ તેને માઠી અસર કરે છે. આવી સ્થિતીમાં સમજદાર પતિની જવાબદારી તેને સાથ આપવા માટેની હોય છે. આના કારણે ગૃહસ્થીની નીવ વધારે મજબુત બને છે. પોતાના આરામના થોડાક ત્યાગથી મજબુત પારિવારિક ભવિષ્યના રસ્તાને તૈયાર કરી શકાય છે.