સાળંગપુરના હનુમાનજીને કેરીઓ વડે શણગાર કરાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અખાત્રીજના પાવન પર્વએ દાદાનો વિશેષ શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અખાત્રીજના પવિત્ર દિન નિમિત્તે સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો.

મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવ્યો હતો. સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ બપોરે આજે બપોરે કેરીનો અન્નકૂટ ધરાવી મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે અને અખાત્રીજના પવિત્ર દિન નિમિત્તે દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવ્યો હતો.

Share This Article