મુંબઈ : જિયોહોટસ્ટાર અત્યંત રોમાંચક ડ્રામા હૈ જુનૂન- ડ્રીમ. ડેર. ડોમિનેટનું બહુપ્રતિક્ષિત ટ્રેસર લાવી છે ત્યારે ઝૂમવા અને મોહિત થવા માટે તૈયાર થઈ જાઓ, જ્યાં હરીફાઈ ગળાકાપ છે, સપનાં મોટાં છે અને ફક્ત એક ક્રુ ગોટ્સ ટ્રોફી ઘેર લઈ જઈ શકશે. અભિષેક શર્મા દ્વારા દિગ્દર્શિત અને જિયો ક્રિયેટિવ લેબ્સ દ્વારા નિર્મિત સિરીઝનું ક્રિયેશન આદિત્ય ભટનું છે અને તેમાં કલાકારોમાં જેક્લીન ફરનાન્ડીસ, નીલ નીતિમ મુકેશ, બોમન ઈરાણી, સુમેધ મુદગલકર, સિદ્ધાર્થ નિગમ, પ્રિયાંક શર્મા સાથે અન્ય ઘણી બધી નવી પ્રતિભિઓ પણ છે.
મુંબઈમાં એન્ડરસન્સ કોલેજના સ્વર્ણિમ અને સ્પર્ધાત્મક હોલ્સમાં સ્થાપિત સિરીઝ ડાન્સ અને મ્યુઝિકના જંગની મંત્રમુગ્ધ કરનારી દુનિયામાં ડોકિયું કરાવે છે. સેબી (સુમેધ મુદગલકર) અંડરડોગ છે, જે ધ મિસફિટ્સ નામે બળવાખોર ક્રુનો હિસ્સો છે. આ ક્રુની આગેવાની જેક્લીન ફરનાન્ડીસ કરી રહી છે. તેમની ટક્કર ગગન આહુજા (નીલ નીતિમ મુકેશ) પ્રેરિત લીગસીની આગેવાની કરતી ઈલાઈટ સુપરસોનિક્સ સાથે છે. ગૌરવ, ઓળખ અને મનમાં સપનાં સાથે ટાઈટન વચ્ચે અથડામણ થશે ત્યારે મંચ પર કોણ વર્ચસ જમાવશે?
ગગન આહુજાનું પાત્ર ભજવતો નીલ નીતિમ મુકેશ કહે છે, “સંગીત અને ફિલ્મ આસપાસમાં ઊછર્યો હોવાથી હું હંમેશાં ઉત્તમ સૂરની શક્તિ અમારા વાર્તાકથનનો આંતરિક હિસ્સો રહેશે એવું માનતો રહ્યો છું. જોકે હૈ જુનૂન કાંઈક ખરેખર અજોડ આપે છે. સંપૂર્ણ ફુલાવેલું સંગીત બ્રહ્માંડ, જે અનુભવ વેબ દુનિયામાં અગાઉ ક્યારેય નહીં થયો હતો. 40 અતુલનીય ટ્રેક્સ સાથે વર્ષનો આ સૌથી મોટો આલબમ તો છે જ પરંતુ આ ચળવળ પણ છે. દરેક ગીત નરેટિવને આગળ ધપાવે છે અને પાત્રોમાં ઊંડાણ ઉમેરીને તેના સ્ક્રીનપ્લેમાં સહજતાથી સંમિશ્રિત કરે છે. આવા ભવ્ય શો, જ્યાં સંગીત બળજબરીથી આકર્ષણ નથી, પરંતુ વાર્તાના હૃદયના ધબકાર છે ત્યાં ક્રિયાત્મકતા ખીલે છે. આ પ્રકારનો શો મને એ યાદ અપાવે છે કે તમે સિનેમા સાથે પ્રેમમાં શા માટે પડ્યા.’’
પર્લ સલધાનાની ભૂમિકા ભજવતી જેક્લીન ફરનાન્ડીસ કહે છે, “પર્લ અદભુત પાત્ર છે. બહારથી ગ્લેમરસ અને હકારાત્મક છતાં ઊંડાણમાં ભીતરથી નિર્બળ છે. તેની વિશ્વસનીયતી ભજવવા માટે મારે મારી તાલીમબદ્ધ ડાન્સની ખૂબીઓમાંથી ઘણું બધું અનલર્ન કરવું પડ્યું અને પરફોર્મન્સની રૉ, ભાવનાત્મક પ્રેરિત સ્ટાઈલ અપનાવવી પડી. આ પ્રવાસ કપરો, પરંતુ ઉદાર રહ્યો. ફિઝિકાલિટી, ભાવનાત્મક ઊંડાણ અને નરટિવ આર્ક સાથે મેં અગાઉ ક્યારેય અજમાવ્યું નહોતું તે મારે કરવાનું હતું. આવી જોશીલી ટીમ સાથે જોડાણે પ્રક્રિયાને અત્યંત પરિપૂર્ણ બનાવી દીધી. હું ખરેખર માનું છું કે જિયોહોટસ્ટાર બોલ્ડ અને નવા વાર્તાકથનના નવા યુગમાં પ્રવેશી રહી છું અને આ રોમાંચક યુગનો હિસ્સો બનવાનું મને ગૌરવજનક લાગે છે.’’
સેબીની ભૂમિકા ભજવતી સુમેધ મુદગલકર કહે છે. “સેબી (સુભાષ મ્હાત્રે) પાત્રથી વધુ છે. તે સપનાં જોવાનું સાહસ કરનારા દરેક બહારી લોકોનું પ્રતિક છે. નમ્ર શરૂઆતમાંથી આવતાં તે એ સ્વીકારવાનો ઈનકાર કરે છે કે અમુક લીગસી શ્રેષ્ઠતાનો પંથ છે. તેની લડાઈ ઊંડાણથી અંગત છે. ઉપરાંત તે નિર્બળ છે અને માર્ગમાં આવે તે બધું જ શીખે છે. તેનો અનુભવ માર્ગદર્શનનો સ્રોત છે, સ્ક્રિપ્ટમાં આવી બાબતો અને વધુ તત્ત્વોએ મને મેં અપેક્ષા રાખી નહોતી તે રીતે પાત્ર સાથે મારો સુમેળ સાધ્યો. નવી ડાન્સ સ્ટાઈલ શીખવી, મારી શારીરિક મર્યાદાઓને પાર કરવી અને સેબીના દર્દ, જુગાડબાજી અને પેશન સાશે ભાવનાત્મક રીતે જોડાણે આ ભૂમિકાને પરિવર્તનકારી બનાવી દીધી છે. જેકલીન જેવા અતુલનીય કલાકારો સાથે કામ કરવાનો મોકો મળ્યો તેના મારું શ્રેષ્ઠતમ આપવા માટે હું પ્રેરિત થયો. ડાન્સ અને મ્યુઝિક શોનું ફક્ત એક પાસું નથી. આ શો સ્પર્ધાથી વધુ છે. તે આપણે તેની સાથે જોડીએ એવા સંઘર્ષની વાત છે, અવરોધો તોડવા અને મોટું જીવન જીવવાની ધગશ વિશે છે. તે આપણે જેના હેઠળ પસાર થઈએ તે સાહસ, માન્યતા, સમસ્યાઓ વિશે છે. બધાં પાત્રોની પોતાની અલગ ખૂબી છે, અલગ અલગ સંઘર્ષ, અલગ અલગ શીખ, તેમનાં સપનાં પાછળ અલગ અલગ હેતુઓ, જે આપણે રોજબરોજના જીવનમાં જોઈએ છીએ.
બિક્રમનું પાત્ર ભજવતો સિદ્ધાર્થ નિગમ કહે છે, ‘‘લોકોએ હંમેશાં મને ડાન્સ સાથે જોડ્યો છે, પરંતુ હૈ જુનૂનમાં મને મારી ક્રિયાત્મકતાની સંપૂર્ણ નવી બાજુ બતાવવાનો મોકો મળ્યો અને તે સંગીત છે. ભૂમિકા માટે ગાવા શીખવું તે રોમાંચક અને સંવેદનશીલ પણ હતું અન મેં બિક્રમમાં ઊંડાણ અને ઈમાનદારી લાવવા માટે વોકલ વર્કશોપ્સમાં કલાકો વિતાવ્યા હતા. આ શોએ મને જૂની ઘરેડમાંથી બહાર આવવા અને પોતાની વધુ બહુમુખી બાજુ બતાવવા મંચ આપ્યું. ઈમાનદારીથી કહું તો સેટ પર ઊર્જા બહુ જ બેજોડ હતી. અમે એક મોટો પરિવાર જેવા બની ગયા છીએ, જેઓ એકબીજાની પેશનને પોષીએ અને પ્રેરિત કરીએ છીએ.’’
કુશની ભૂમિકા ભજવતી પ્રિયાંક શર્મા રોમાંચિત થઈને કહે છે, “નૃત્ય મારો પ્રથમ પ્રેમ છે અને ડાન્સરનું પાત્ર ઊજવવું તે મારા મૂળમાં પાછા આવવા જેવું છે. જોકે આ પ્રવાસને રિહર્સલો દરમિયાન મારા અમુક સહ કલાકારોને મેન્ટર કરી શકી તેને કારણે પ્રવાસ વધુ અજોડ બની ગયો. અમે પ્રક્રિયા થકી અસલી મૈત્રી નિર્માણ કરી અને અમારું જોડાણ પડદા પર સુંદર રીતે ઊતરી આવ્યું છે. હૈ જુનૂનમાં પરફેક્ટ કોરિયોગ્રાફી સાથે તેમાં આત્મા, સંઘર્ષ અને સ્વ- અભિવ્યક્તિ છે. આ અમારા બધાની અંદરના કલાકારની ઉજવણી છે અને દર્શકોને આખરે જિયોહોટસ્ટાર પર તે અનુભવવા મળશે તેથી હું ભારે રોમાંચિત છું.’’
હૈ જુનૂનનું દિગ્દર્શન તે ધાંધલિયા, સુંદર કોલેજના જીવનમાં પાછા જવા જેવું હતું, જે સમયે દરેક ભાવનાઓની કદર થતી હતી, પછી તે પ્રેમ હોય, હરીફાઈ, મહત્ત્વાકાંક્ષી કે હૃદયભંગ હોય. આ વાર્તા તે કાચી, નિર્ભેળ જગ્યામાંથી આવી છે, જ્યાં આપણે હતા, જ્યાં આપણે પોતે કોણ છીએ અને આપણે ક્યાંના છીએ તેનો અંદાજ કાઢવા પ્રયાસ કર્યો હતો. દરેક પાત્ર, દરેક સીન તે પ્રવાસનો નંગ છે. અને મારે કહેવું જોઈએ કે કલાકારોએ અભિનય જ નહીં પણ તે જીવ્યા છે. તેમની ઈમાનદારી દરેક ફ્રેમમાં દીપી ઊઠી છે. અમે નિર્માણ કર્યું છે તેનું બહુ ગૌરવ છે અને આ વાર્તા જેની હકદાર છે તે રીતે કહેવા માટે અમને જગ્યા આપવા માટે જિયોહોટસ્ટારના અમે આભારી છીએ.’’ – અભિષેક શર્મા
તો સંગીત, નૃત્યુ અને લગનીની અથડામણ જોવા માટે સુસજ્જ બની જાઓ, હૈ જુનૂન- ડ્રીમ. ડેર. ડોમિનેટ 16મી મે, 2025થી સ્ટ્રીમ થશે, ખાસ જિયોહોટસ્ટાર પર.