અમેરિકન જર્નલ ઓફ હેલ્થ પ્રમોશન દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જીમમાં દિવસમાં ૩૦ મિનિટ પણ ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત દરેક મિનિટનું મહત્વ રહેલું છે. આમા જણાવવામાં આવ્યું છે કે તીવ્ર શારીરિક પ્રવૃત્તિના ભાગરૂપે એક મિનિટની કસરત પણ વજન ઉપર હકારાત્મક અસર કરી શકે છે. ૪૫૧૧ પુરુષો અને આટલી જ સંખ્યામાં મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તીવ્ર શારીરિક કસરત ઓછા પ્રમાણમાં રહે તો પણ ઉપયોગી સાબિત થાય છે.
૧૦ મિનિટની કસરત પણ પુરુષ અને મહિલાઓ માટે ઉપયોગી છે. કેટલાક લોકો જીમમાં વધારે સમય ગાળે છે. જ્યારે કેટલાક લોકો ખૂબ ઓછા સમય સુધી જીમમાં રહે છે પરંતુ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શારીરિક પ્રવૃત્તિ જો તીવ્ર રહે તો લાંબાગાળા સુધી કસરત કરવાની જરૂર નથી. ટૂંકા ગાળામાં પણ આનો ફાયદો મળે છે. મહિલાઓ માટે તીવ્ર શારીરિક પ્રવૃત્તિમાં દરરોજ એક મિનિટ પણ બીએમઆઈમાં ૦.૭નો ઘટાડો કરે છે.