ગુજરાતી ફિલ્મ છેલ્લા દિવસની જાેડી રિયલ લાઈફમાં પણ સાથે રહેશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અર્બન ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ જાેઈ હોય તો તેમાં યશ સોની એટલે ફિલ્મનો નિખિલ-નિકને તો જાણતા હશો. અને કોલેજની સૌથી સુંદર છોકરી એટલે પૂજા (રિયલ લાઈફમાં જાનકી બોડીવાલા).

કોલેજના પહેલા દિવસથી એકબીજાને પસંદ કરતાં બંને પ્રેમી છેલ્લા દિવસે એકબીજાને પ્રપોઝ કરે છે. અને બંનેની જાેડી બની જાય છે. પરંતુ આ જ પ્રેમી જાેડી હવે રિયલ લાઈફમાં પણ જાેવા મળશે. કેમ કે યશ સોની અને જાનકી બોડીવાલાએ કન્ફર્મ કર્યું છેકે તેઓ એકબીજાને ડેટ કરે છે.

ફિલ્મમાં એક ગીત આવે છે કે કહેવું ઘણું ઘણું છે.. પરંતુ રિયલ લાઈફમાં બંનેએ એકબીજાને ઘણું કહી દીધું છે. યશ સોની અને જાનકીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગૂડ ન્યૂઝ શેર કરતાં લખ્યું કે ૧ ૧= પરિવાર. સમસ્યાઓ હોવા છતાં આ વાતની જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે અમે એકસાથે ખુશ છીએ. અમારા પરિવારના આશીર્વાદની સાથે જીવનની આ સુંદર સફર પર તમારી શુભેચ્છાઓ અમારા પર વરસાવતા રહેજાે.

વધુ તસવીરો ઝડપથી આવશે. જાેડાયેલા રહેજાે. યશ સોની છેલ્લો દિવસ પછી ચાલ જીવી લઈએમાં જાેવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં જે રીતે સિદ્ધાર્થ રાંદેરિયા અને યશ સોનીએ રોલ ભજવ્યો હતો. જેને જાેઈને અનેકની આંખોમાં આંસુ આવી ગયા હતા.

પાપા પગલી અને ચાંદને કહો આજે પણ લોકોના ફોનમાં રિંગટોન સ્વરૂપે સાંભળવા મળે છે. જ્યારે જાનકી ઓ તારી, તંબુરો, છૂટી જશે છક્કા અને તારી માટે વન્સ મોર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય તે મ્યૂઝિક વીડિયો રાધાને શ્યામમાં જાેવા મળી હતી.

Share This Article