અપકમિંગ ગુજરાતી ફિલ્મ “બલૂનનું” ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સંઘર્ષ કરવો જ પડે છે.આવાં જ એક લર્નર સિંગર “મલ્હાર”ની વાર્તા દર્શાવે છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ બલૂન. આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે લેમન ગ્રાસ પ્રોડક્શન અને રેહાન ચૌધરી ફિલ્મ્સના પ્રોડક્શનની આ ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. “બલૂન” ફિલ્મ  નવેમ્બરમાં ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. બલૂન ફિલ્મ સિંગિંગ આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ છે.

“બલૂન” ફિલ્મ એ એક રોમેન્ટિક, ફેમિલી કોમેડી ડ્રામા અને મ્યુઝિક બૅઝડ ફિલ્મ છે. જેમાં મુખ્ય ભૂમિકાઓમાં નવજોત સિંહ ચૌહાણ અને આરતી રાજપૂત છે. આ ઉપરાંત આ ફિલ્મમાં સિનિયર એક્ટર ભાવિની જાની, પ્રશાંત બારોટ, સ્વાતિ દવે વગેરે પણ અગત્યની ભૂમિકાઓમાં છે. ફિલ્મનું મ્યુઝિક સમીર રાવલ અને માના રાવલે આપ્યું છે, અને ફિલ્મના ગીતોમાં પોતાનો અવાજ લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવીએ આપ્યો છે. જ્યારે આ ફિલ્મ રેહાન ચૌધરી, ગોપાલ દવે અને સંગીતા  મિલન શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.આ  ફિલ્મ રસેશ દેસાઈ દ્વારા લિખિત છે.

આ ફિલ્મમાં નવજોત સિંહ ચૌહાણ એક લર્નર સિંગર મલ્હારની ભૂમિકામાં અને  આરતી રાજપૂત એક શિક્ષિકા પ્રજ્ઞાની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ, ભુજ તથા માંડવી ખાતે કરવામાં આવ્યું છે.

બલૂન ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થશે

Share This Article