અમદાવાદ : દર બે વર્ષે યોજતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આવતીકાલથી વિધીવત રીતે ભવ્ય શરૂઆત થઇ રહી છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદથી તેનુ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. મહાત્મા મંદિર ખાતે શુક્રવારથી આની શરૂઆત થઇ રહી છે. તમામ ટોપના ઉદ્યોગપતિઓ તેમાં ભાગ લઇ રહ્યા છે.
વડાપ્રધાન મોદી વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આજે ગુજરાત પહોંચી રહ્યા છે. ગુજરાત યાત્રા દરમિયાન તેમના ભરચક કાર્યક્રમ છે. જેમાં પ્રથમ દિવસે વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે મહાત્મા મંદિર સહ એક્ઝીબિશન સેન્ટર પર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનુ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. સાંજે ચાર વાગ્યાની આસપાસ મોદી અમદાવાદમાં નવા વીએસ હોસ્પિટલનનુ લોકાર્પણ કરનાર છે. ત્યારબાદ સાંજે પાંચ વાગે સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલનપ ઉદ્ઘાટન કરશે. અહીં સભા પણ સંબોધન કરનાર છે. ત્યારબાદ ગાંધીનગર જશે. મોદી મહાત્મા મંદિરમાં કેટલાક વરિષ્ઠ અધિકારીને મળશે. રાક્ષે ખાસ ગેસ્ટ હાઉસમાં રોકાણ કરનાર છે. આગલા દિવસે મોદી મહાત્મા મંદિરમાં પહોંચશે. ત્યાં અધિકારીઓ અને મહેમાનોને મળશે.
ત્યારબાદ સવારે દસ વાગે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનુ ઉદ્ઘાટન કરનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમાં વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સમ્મેલનનુ ઉદ્ઘાટન કરનાર છે. વડાપ્રધાન મોદીની સાથે ઉદ્ઘાટન વેળા મંચ પર દેશ અને વિદેશના ટોપના ઉદ્યોગપતિઓ અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે. જે ટોપના ઉદ્યોગપતિઓ અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા પણ સામેલ છે. આ વખતે આ યાદીમાં રિલાયન્સ અંબાણી ગ્રુપના સીએમડી અનિલ અંબાણીનુ નામ સામેલ કરવામાં આવ્યુ નથી. સામાન્ય રીતે તેઓ દરેક વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. આ વખતે રાફેલ ડીલને લઇને જારી વિવાદના કારણે અનિલ અંબાણી નજરે પડી રહ્યા નથી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને તમામ તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે. મોદીની સાથે જે ઉદ્યોગપતિઓ હાડર રહેનાર છે તેમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ પણ હાજર રહેનાર છે. તમામ ઉદ્યોગપતિઓની હાજરીમાં ગુજરાતમાં અબજાના રોકાણની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
અનિલ અંબાણી ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ કરવામાં ન આવતા આને લઇને પણ તર્કિવતર્કોનો દોર ચાલી રહ્યો છે પરંત હાલમાં રાફેલ ડિલને લઇને અનિલ અંબાણીનું નામ વારંવાર સપાટી ઉપર આવ્યું હતું જેના કારણે વિવાદને ટાળવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ સમિટમાં દેશના ટોપના ઉદ્યોગપતિઓ ભાગ લેનાર છે.