અમદાવાદઃ વર્લ્ડ ડાયાબિટિસ ફેડરેશન અનુસાર ભારતમાં ૪ કરોડ લોકો ડાયાબિટિસથી પીડિત છે. તેમાંથી ૮ થી ૧૦ ટકા ડાયાબિટીસ દર્દી ગુજરાતના છે અને ડાયાબિટિસ દર્દીઓ માટે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેમને આંખોની બીમારી ડાયાબિટિક મૈક્યુલર ઈડિમા થવાનું જોખમ ખૂબ જ વધુ રહે છે. રેટિનાની બીમારીયોની મોડી ઓળખ થવાનું કારણ ઓછી જાગૃતતા છે.
ડાયાબિટિક મૈક્યુલર ઈડિમા (ડીએમઈ):
રાષ્ટ્રીય આંકડા અનસાર ભારતમાં લગભગ ૬ કરોડ લોકો ડાયાબિટિસ પીડિત છે અને ત્રણમાંથી એક ડાયાબિટિક રદ્દીને જીએમઈ થાય છે. મૈક્યુલામાં ક્ષતિગ્રસ્ત બ્લડ વૈસેલ્સ લીક થવાથી સોજો આવવા લાગે છે અને દર્દીની દ્રષ્ટિ પ્રભાવિત થવા લાગે છે. જે લોકો ડાયાબિટીસથી પીડિત છે, તેમમે સામાન્ય લોકોની સરખામણિમાં આ તકલીફ થવાનું જોખમ ૨૫ ગણુ વધુ થઇ જાય છે.
આ વિશે વિસ્તારથી જણાવતા અમદાવાદના રેટિના ફાંઉન્ડેશનના વિટ્રો રેટિનલ કંસલટંટ ડો. મનીષ નાગપાલ કહે છે, “રેટિના બીમારીયો જેવીકે ડીએમઈ વિશે લોકોમાં ખૂબ જ ઓછી જાણકારી હોય છે. આ બિમારીમાં સામાન્યરીતે આંખોની દ્રષ્ટિ જતી રહે છે, પરંતુ જો બિમારીની ઓળખ સમયસર કરવામાં આવે તો તેને સારી રીતે મેનેજ કરી શકાય છે. ડીએમઈથી પીડિત રોગીને જો તેની નોકરી કે કામ કરવાની ઉંમરમાં થઇ જાય તો તેનાથી ન માત્ર દર્દી સામાજિક, ભાવનાત્મક અને આર્થિક રૂપથી તૂટી જાય છે, પરંતુ તેમના પરિવારને પણ તકલીફ ઉઠાવવી પડે છે.”
ડાયાબિટિસ અટકાવોઃ
- ડાયાબિટિસ ગ્રસ્ત દર્દીયોને દર છ મહીનામાં એર વાર નેત્રરોગ વિશેષજ્ઞને બતાવવું જોઇએ.
- રોગીયોને ડીએમઈ લક્ષણોની ઓળખ પ્રત્યે સર્તક રહેવુ જોઇએ અને જેવામાં તકલીફ થવા પર તરત જ ડોક્ટરથી મળવું જોઇએ.
- ડોક્ટર દ્વારા દર્શાવાયેલા ઇલાજના પ્રોટોકોલને જ માનવો જોઇએ.
- ડાયાબિટિસ મેનેજ કરવા માટે નિયમિત રીતે સુગરના સ્તરને મોનીટર કરો.
- જો આપ ધુમ્રપાન કરતા હોય તો ડોક્ટર પાસેથી તેને છોડવા બાબતે સલાહ લો.
- પોતાના વજનને નિયંત્રિત કરો અને સંતુલિત ડાયટ લો.
- હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલથી બચવા માટે નિયમિત કસરત કરો.
સમય પર ઓળખઃ
દર્દીયોને રેટિનલ બીમારિયો સાથે જોડાયેલા લક્ષણો પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. તેઓ ઘર પર જ એમસ્લેર ગ્રિડથી નિયમિત રીતે આંખોના સેંટ્રલ વિઝનને ચેક કરી શકો છે. તેમાં સાધારણ ટેબલની વચ્ચે ગાઢ બિંદુ હોય છે, જો જોવા સમયે રેખાઓ આડી-અવળી કે તૂટેલી અને ધુંધળી દેખાય તો સર્તક થઇ જાવ. જો કે, આ ટેસ્ટ ખૂબ જ કામ આવે છે પરંતુ તો પણ નિષ્ણાતો પાસે આંખોની તપાસ કરાવો. જલદી ઓળખ કરવાથી ડીએમઈથી થનારી આંખોની દ્રષ્ટિને જવાથી રોકી શકાય છે.
સારવારનો પ્રકારઃ
હવે ઘણા એવા સારવારના વિકલ્પ છે, જેમાં બીમારીની ગતિને ધીમી કરી શકાય છે. ભારતમાં રેટિનલ બીમારીયોના સારવાર સાથે જોડાયેલી તકનીકો હાજર છે. તેમાં લેસર ફોટોકોગ્યૂલેશન, એન્ટી વીઈજીએફ (વાસ્કૂલર એંડોથેલિયલ ગ્રોથ ફેક્ટર) ઇંજેકેશન અ લેસર તથા એંટી વીઈજીએફનું કોમ્બીનેશન સારવારનો સમાવેશ થાય છે. એંટી વીઈજીએફ સારવારથી આંખમાં ઉપસ્થિત વધારાના વીઈજીએફને રોકી શકાય છે.