અમદાવાદ : પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જોઇ ગુજરાત ભાજપ ફફડી ઉઠયું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનો પંજાનો તરખાટ ફરી વળતાં ભાજપના સૂપડા સાફ થઇ ગયો છે. પાંચ રાજયોના પરિણામનો ટ્રેન્ડ અને જનતાનો મિજાજ જાઇ ગુજરાત ભાજપમાં રીતસરની ફફડાટનીલાગણી ફેલાઇ ગઇ છે. કારણ કે, ગુજરાતમાં આગામી તા.૨૦મી ડિસેમ્બરે જસદણનો જંગ ખેલાવાનો છે. જા ભૂલેચૂકે જસદણની પેટા ચૂંટણીમાં ભાજપ હાર્યુ અને તેમનાકેબીનેટ પ્રધાન કુંવરજી બાવળિયાનું કમળ કરમાયું તો, ભાજપની હાલત તો ભારે કફોડી બનશે. ખાસ કરીને આ બેઠકને લઇ હવે મોદી અનેઅમિત શાહની પ્રતિષ્ઠા જાણે દાવ પર લાગી છે. કારણ કે, ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ બેઠકની જીત ઇજ્જતના સવાલ સમાન છે.
એકબાજુ, કોંગ્રેસ હાઇકમાન્ડે આ બેઠક કોઇપણ ભોગે જીતવા અને તેની વ્યૂહરચનામાંલાગી જવા ગુજરાત કોંગ્રેસને પહેલેથી જ તાકીદ કરી દીધી છે ત્યારે હવે ભાજપનાહાઇકમાન્ડ દ્વારા પણ પાંચ રાજયોના પરિણામ બાદ જસદણની જનતાનો ગુસ્સો પણ કયાંય ભાજપ પર ના ફુટે તે માટે હવે ભાજપ હાઇકમાન્ડ જસદણની જીત માટે ખાસ માર્ગદર્શન અને રણનીતિ અમલી બનાવે તેવી શકયતા છે. ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૨૦ વર્ષમાં સૌથીઓછી બેઠકો(૯૯) મળી હતી, માત્ર એટલું જ નહીં જસદણ વિધાનસભાનીપેટાચૂંટણીમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા લડી રહ્યા છે. તોબીજી બાજુ આજે જાહેર થયેલા પાંચ રાજ્યોના પરિણામો ભાજપને બહુ મોટા ઝટકાસમાન અનેઆઘાતસમાન છે, ત્યારે આ પાંચ રાજ્યના પરિણામોની સીધીઅસર જસદણ વિધાનસભાની પેટાચૂંટણી પર પડે તો ગુજરાત ભાજપની શાખ બગડશે. તેની સાથે સાથેનરેન્દ્ર મોદી અને અમિત શાહના ગઢ એવા ગુજરાતમાં કેબિનેટ મંત્રી ચૂંટણી હારી જાય તોમોદી-શાહની શાખ પણ બગડે તેમ છે.
જેના કારણે ગુજરાત ભાજપના નેતાઓ હવે રીતસરના ફફડી ઉઠ્યાં છે. આથી જસદણમાં વધુ જોર લગાવવા માટે નવેસરથી પ્રચાર અને મતદાનની વ્યૂહરચના ઘડવા માટે બેઠકોનો દોર શરૂ કરી દેવાયો છે. જેમાં હવે જસદણનો જંગ જીતવા માટે ભાજપ હાઈકમાન્ડ પણ સીધુ માર્ગદર્શન આપી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા હવે જસદણનો જંગ જીતવો એ ભાજપ માટે અનિવાર્ય બન્યું છે, જા કોંગ્રેસ જીત્યું તો, આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની બેઠકો પર પણ તેની વિપરીત અસરો ભાજપે સહન કરવાની આવશે. આજના કોંગ્રેસની જીતના પરિણામો જસદણના જંગ માટે પણ ગુજરાત કોંગ્રેસમાં એક નવા પ્રાણ અને જુસ્સો પૂરશે તે વાત નક્કી છે.