ગુજરાતમાંથી સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે કર્ણાટક સરકારના ટુરીઝમ વિભાગ અને કર્ણાટક રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ લિ. (KSTDC) દ્વારા અમદાવાદીઓમાં કર્ણાટકના પ્રવાસી સ્થળો, હોટેલ્સ, રિસોર્ટ્સ, હોમસ્ટેસ અને સર્વિસ પ્રોવાઈડર્સ વિષયે માહિતી આપવા માટે અને એમને પ્રોત્સાહિત કરવા માટે અમદાવાદમાં હોટેલ ક્રાઉન પ્લાઝા ખાતે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કર્ણાટકના વાઇબ્રન્ટ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા હેતુ કર્ણાટકની પ્રાચીન કલા સ્વરૂપ ‘પૂજા કુનીતા’નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેના માટે કર્ણાટક જાણીતું છે.આ રોડ શોમાં કર્ણાટકના પ્રવાસનના વિવિધ પાસાઓ જેમ કે પ્રકૃતિ, વાઇલ્ડલાઇફ, એડવેન્ચર, યાત્રાધામ, હેરિટેજ અને અન્ય ઘણા બધા પાસાઓને એકસાથે લાવવામાં આવ્યા હતા.
કર્ણાટક રાજ્યના ડિપાર્ટમેન્ટ ઓફ ટુરિઝમના, ડાયરેક્ટર, શ્રી ટી. વેંકટેશ, આઈએએસ એ જણાવ્યું હતું કે, “કર્ણાટક રાજ્ય યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, ભવ્ય વાઇલ્ડલાઇફ અને પ્રકૃતિ, વર્જિન દરિયાઈ કિનારાઓ વગેરે જેવા ગ્લોબલ સ્તરે વખાણાયેલા પ્રવાસી આકર્ષણોના વિશાળ અને આકર્ષક પોર્ટફોલિયોનું એક ઘર છે. આ રાજ્ય સૈલાણીઓ માટે એક આખા વર્ષનું પ્રવાસન સ્થળ છે. અમારા દ્વારા ગુજરાત રાજ્યમાં આયોજિત આ રોડ શો શ્રેણી, ચોક્કસપણે ઘરેલું ઈનબાઉન્ડ મુસાફરીને પ્રોત્સાહન આપશે અને કર્ણાટક રાજ્યના ગંતવ્યોને સંભવિત પ્રવાસીઓ સુધી પહોચવાનો અને અમદાવાદ અને ગુજરાત થી પ્રવાસ વેપારને પ્રોત્સાહિત કરવા કર્ણાટક ટુરીઝમના માર્કેટિંગ પ્રયાસોને વધારશે.”
આ ઇવેન્ટ પાછળ કર્ણાટક ટુરિઝમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યને એક આરામદાયક ટુરિઝમ ડેસ્ટિનેશન, MICE – મીટિંગ્સ, ઈન્સેન્ટીવ્સ,કોન્ફરેન્સસ અને એક્ઝિબિશન્સ માટે નું એક લોકેશન, અને સાથે સાથે સાહસ અને વાઇલ્ડલાઇફ ટુરિઝમ અને વેડિંગ ડેસ્ટિનેશન માટે એક પ્રવાસી આકર્ષણ તરીકે પ્રમોટ કરવાનો હતો. KSTDC એ કર્ણાટક રાજ્ય માટે ભારતના વિવિધ શહેરોમાં રોડ શો યોજવા માટેની એક નોડલ એજન્સી છે. આ રાજ્ય ઉત્સુક પ્રવાસીઓ માટે પુરાતત્વ, ધર્મ, ઇકોટુરિઝમ અને હસ્તકલા જેવા પ્રવાસન લેન્ડસ્કેપ્સની વિશાળ શ્રેણી પણ પ્રદાન કરે છે.
કર્ણાટક રાજ્ય પ્રવાસન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી જી. જગદીશા, આઈએએસ, એ વધુમાં જણાવ્યું હતું કે, “કર્ણાટક તેના ટુરીઝમ પ્રોડક્ટની વૈવિધ્યસભર કેટેગરી સાથે આરામદાયક અને બિઝનેસ ટ્રાવેલ બંને માટે આજે દેશના સૌથી રસપ્રદ અને ઉત્પાદક રાજ્યોમાંના એક તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. કોઈ પણ રાજ્ય માટે આજે સ્થાનિક પર્યટન, ટુરિઝમ અર્થતંત્રના એક પ્રમુખ આધાર બની ગયું છે અને એટલે આ ક્ષેત્રમાં પુષ્કળ સંભાવનાઓ છે જેનો ઉપયોગ કરવાની જરૂર છે. રોગચાળા પછી, આ રોડ-શો પ્રવૃત્તિઓ અમારા હિતધારકો માટે પ્રવાસ-વેપાર તેમજ પ્રવાસીઓ સાથેના સંપર્કોને નવીકરણ કરવાનો એક ઉત્તમ પ્રસંગ બની રહેશે.”
રોડશોમાં B2B ક્રિયાપ્રતિક્રિયાઓ અને પ્રસ્તુતિઓ હતી જેથી કર્ણાટક રાજ્યને એક અદભુત પ્રવાસન સ્થળના રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું અને પ્રવાસ અને વેપાર કૉમ્યૂનિટી માટે કર્ણાટકને એક નવી પ્રકાશમાં દર્શાવવા માટે નવા રસ્તાઓ પણ ખોલવામાં આવ્યું . રોડશોમાં પ્રદર્શન કરનારા કેટલાક હિતધારકોમાં કર્ણાટક સ્ટેટ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જંગલ લોજ્સ એન્ડ રિસોર્ટ્સ, ઈન્ટરસાઈટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ, ટીજીઆઈ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, સ્કાયવે ઈન્ટરનેશનલ ટ્રાવેલ્સ, મૂકાનાના રિસોર્ટ અને ઘણા વધુનો સમાવેશ થયા હતા. આ વિશિષ્ટ B2B રોડશોમાં કર્ણાટકના 15 થી વધુ હિતધારકો અને અમદાવાદના ઘણા સમજદાર વેપાર ભાગીદારો હતા.