અમદાવાર નાં કાળુપુર વિસ્તારમાં દોશીવાડા ની પોળ માં આવેલ પ્રાચીન વલ્લભ સંપ્રદાયનું નટવરલાલજી મંદીર – ગોસ્વામી હવેલી ખાતે તારીખ ૨૯-૩૦ ઓક્ટોબર ૨૦૨૨ નાં રોજ ભવ્ય અન્નકૂટ યોજાશે. જે અંતર્ગત ૨૯/૧૦/૨૨ રોજ સાંજે ૬ વાગે ગાયો ની કાનજગાઈ અને ૭ વાગે હટરી નાં દર્શન થશે અને ૩૦/૧૦/૨૨ રોજ સવારે ૧૦ કલાકે ગોવર્ધન પૂજા અને ૩:૩૦ વાગે અન્નકૂટ નાં દર્શન ખુલશે. પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ આચાર્ય રણછોડલાલજી નાં નેતૃત્વ હેઠળ આ કર્મ માં શ્રીનટવર પ્રભુ ને વિવિધ નૈવેદ્ય વાનગીઓ અર્પણ કરશે. આ મહોત્સવ દરમ્યાન બહોળી સંખ્યા માં ભીલ સમાજ ને પરસાદ વિતરણ કરવા માં આવશે. સામાજીક સમરસતા થી ભરપૂર આ પ્રસંગ માં ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિ નું સૌહાર્દ દર સાલ અનેકો વૈષ્ણવ દર્શનાર્થીઓ માણે છે.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more