અમદાવાદ: અમદાવાદીઓ એક એવા ફૂડ ફેસ્ટિવલ માટે તૈયાર થઇ જાઓ, જે ચોક્કસ રૂપે તમને વધુની માંગ કરવા માટે બાંધી દેશે. દિલ્લી, નોઈડા અને ચંડીગઢમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યા બાદ ગોબઝિંગા હવે પોતાની છઠ્ઠી આવૃત્તિ માટે ૨૨ સપ્ટેમ્બરે અમદાવાદ પહોંચશે જેથી તમારા સ્વાદ પ્રતિ આકર્ષણને તમારા અતિપ્રિય ગોબઝિંગા મોમો ફેસ્ટિવલ સાથે વધારી શકો. આ બે દિવસીય મોમો કાર્નિવલ માટે તમારે વીકેન્ડ ફાળવવાની જરૂરિયાત છે. આ માટે ૨૨-૨૩ સપ્ટેમ્બર વચ્ચે ધ ગ્રીન પર્લ, સિંધુભવન રોડ પર આવો અને ભારતભરના સૌથી ક્રેઝી, સૌથી તાજા અને પ્રામાણિક મોમોના સ્વાદમાં ડૂબી જાઓ.
તમારી ભૂખને વધવા દો કારણ કે તમે વિભિન્ન પ્રકારના મોમોની દાવતમાં આવી રહ્યા છો. ચાકલેટ મોમોથી લઇને પિજ્જા મોમો સુધીની યાદી લાંબી છે. ભલે તમે શાકાહારી હોવ કે માંસાહારી, ગોબઝિંગા મોમો ફેસ્ટિવલમાં તમારા માટે ૩૦૦થી વધુ વિવિધતાઓ ઉપલબ્ધ છે. કેટલાક ખાસ મોમોમાં જૈન સ્પેશ્યલ મોમો, પનીર ટિક્કા મોમો, ક્રીમ પનીર અને ઓનિયન મોમો, મિર્ચ મોમો, થાઇ કરિ મોમો, બટર ચિકન મોમો સામેલ હશે. દરેક અલગ-અલગ પકવાયેલા અને અલગથી પીરસાયેલા. મસાલેદાર ચટણીની સાથે ભરેલી પકોડીઓને ખાધા બાદ, મોકટેલ બારમાં રજૂ કરવામાં આવેલા તાજા મોકટેલનો આનંદ લો. આ ફેસ્ટિવલમાં દેશભરના વિક્રેતા અને પ્રામાણિક સ્વાદની રજૂઆત કરાનારા સ્ટોલ લગાવશે. આ ફેસ્ટિવલમાં માસ્ટર શેફ ઇન્ડિયાની વિજેતા અદિતી ભૂટિયામદાન પણ પધારી રહી છે, જે વિશેષ રીતે અમદાવાદના ફૂડ લવર્સ માટે દિલ્લીથી આવી રહી છે.
ગોબઝિંગાના સહ-સંસ્થાપક, શાંતનુ વર્મા અને અર્જુન કપૂર જણાવે છે, “અમારી પહેલાની પાંચ આવૃત્તિઓને અવિશ્વસનીય પ્રતિસાદ મળ્યા બાદ અમે ગોબઝિંગા મોમો ફેસ્ટિવલની અમદાવાદ આવૃત્તિનીઘોષણા કરીને ઉત્સાહિત છીએ. રિસ્પૉન્સ અભૂતપૂર્વ છે, અને અમને વિશ્વાસ છે કે અમે અમદાવાદના લોકોની સામે એવા મોમો રજૂ કરીશું જે તેમણે પહેલા કદી પણ ખાધા નહી હોય. મોમોનો આ ચમત્કાર તમને તમારી આંગળીઓ ચાટવા માટે મજબૂર કરી દેશે.”
‘ગોબઝિંગા મોમો ફેસ્ટિવલ એક અદ્વિતીય અને રચનાત્મક ઇવેન્ટ છે જેમાં આશ્ચર્યનું મનોરંજક તત્વ સામેલ છે. આ તમારી ભોજન યાદીમાં સામેલ તો છે જ’ – બિઝનેસ વર્લ્ડ
આ ઉત્સવમાં હજી પણ કંઇક છે, કેમકે ગોબઝિંગાએ દોસ્તોની સાથે તમારી મસ્તી માટે એક અદ્દભુત સંગીત કાર્યક્રમ પણ તૈયાર છે. વીકેન્ડ દરમ્યાન રાહુલ પ્રજાપતિ, અંકિત મેવાડા,આયુષ ક્ષત્રિય, પથિક ચોપડા જેવા કલાકાર ધ ગ્રીન પર્લમાં લાઇવ પ્રદર્શન કરશે. તો તમે કોઇપણ ખચકાટ કે સંકોચને એક તરફ મૂકી દો અને અમદાવાદના અત્યાર સુધીના પહેલા મોમો ફેસ્ટિવલમાં પેટપૂજા કરવા આવી જાઓ.
ગોબજિંગા મોમો ફેસ્ટિવલ, છઠ્ઠી આવૃત્તિ
સ્થળ : ધ ગ્રીન પર્લ, સિંધુભવન રોડ, અમદાવાદ ૩૮૦૦૫૯.
તારીખ : ૨૨-૨૩ સપ્ટેમ્બર (શનિવાર-રવિવાર)
સમય : બપોરે ૧૨-૦૦ કલાકથી રાત્રે ૧૨-૦૦ કલાક સુધી