અમારામાંથી મોટા ભાગના લોકો નક્કરપણે અને સ્પષ્ટપણે માને છે કે કોઇ રિલેશનશીપમાં બેવફાઇ માટે કોઇ જગ્યા નથી. બે લોકોની વચ્ચે કોઇ ત્રીજાની કોઇ શક્યતા હોતી નથી. પરંતુ હાલમાં કરવામાં આવેલા સર્વેમાં કેટલીક અન્ય રોચક બાબત સપાટી પર આવી છે. જેમાં જાણવા મળ્યુ છે કે કેટલાક દંપત્તિ એવા પણ છે જે એક્સ્ટ્રા મૈરિટલ અફેયર્સ અથવા તો લગ્ન થયા હોવા છતાં બહાર પણ સંબંધ રાખે છે. આ પ્રકારના સંબંધને તેઓ પોતાની ખુશી તરીકે પણ ગણે છે. અમેરિકાની મિસોરી સ્ટેટ યુનિવર્સિટીમાં હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબના તારણ સપાટી પર આવ્યા છથે. યુનિવર્સિટીના પ્રોફેસર એલિસિયા વોકર દ્વારા એશ્લે મેડિસીન નામની એક ડેટિંગ સાઇટ મારફતે એક હજારથી વધુ લોકોને આવરી લઇને અભ્યાસ કરાવવામાં આવ્યા બાદ કેટલીક રોચક બાબત સપાટી પર આવી હતી.
ડેટિગ સાઇટ મારફતે સર્વેમાં કેટલીક બાબત સપાટી પર આવી હતી. આ ડેટિંગ સાઇટ પર અનોખી તરીકે રહેલી છે. જે માત્ર પરિણિત દંપત્તિ અને રિલેશનશીપમાં રહેલા દંપત્તિ માટે જ ડેટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. આ સર્વેમાં સામેલ કરવામાં આવેલા લોકોને પ્રશ્ન કરવામાં આવ્યા કે પોતાના ગૃહસ્થ જીવનની બહાર કોઇની સાથે સંબંધ રાખવાની શુ અસર થઇ છે. તેમના જીવનને કેટલા હદ સુધી અલગ ખુશી મળી છે. હેરાનીની બાબત એ છે કે ૧૦ પૈકી સાત લોકોએ કહ્યુ હતુ કે લગ્ન સંબંધો બાદ બહારના સંબંધ સ્થાપિત કરીને તેમની લાઇફ વધારે સંતોષજનકરીતે આગળ વધી રહી છે. આંકડાના કહેવા મુજબ પુરૂષો કરતા મહિલાઓ વધારે પોતાના લગ્ન સિવાયના સંબંધોના કારણે વધારે સંતુષ્ટ દેખાઇ છે. આ સંતુષ્ટી માટેના કેટલાક કારણ જવાબદાર રહ્યા છે. જેમ કે ગૃહસ્થીમાં પાર્ટનર સાથે સેક્સ સંબંધ રાખવાની બાબતમાં સંતોષ ન મળવાની બાબત પણ સામેલ છે. બહારના પાર્ટનર સાથે સેક્સ સંબંધ રાખવાની સ્થિતીમાં સંતોષ મળે છ. આ આઉટસાઇટ પાર્ટનરની સાથે સપ્તાહમાં બે વખત સેકસ સંબંધો બનાવવા માટેની બાબત સામેલ છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે જ્યારે આ પ્રકારના લગ્ન બાદના સંબંધો ખતમ થઇ જાય છે ત્યાર પાર્ટનરની સાથે વિશ્વાસઘાત કરવાનો કોઇ અનુભવ થાય છે કે કેમ તેને લઇને પણ પ્રશ્નો સર્વેના ભાગરૂપે પુછવામાં આવ્યા હતા.
હેરાન કરનાર બાબત તો એ છે કે શોધમાં સામેલ કરવામાં આવેલા મોટા ભાગના લોકોએ કહ્યુ છે કે લગ્નના સંબંધનો અંત આવ્યા બાદ તો જીવનમાં પહેલા કરતા વધારે ખુશી મળે છે. માત્ર આ જ સર્વેમા સંબંધ અને બેવફાઇ વચ્ચેના સંબંધ જોડવામાં આવ્યા નથી. એક જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો પોતાના લગ્ન સિવાય બહારના સંબંધ રાખે છે અને તેની માહિતી પાર્ટનરોને આપતા નથી તે લોકો વધારે ખુશ રહે છે.
આ બાબત વાસ્તવિકતા છે કે આ સર્વેના પરિણામ દર્શાવે છે કે જે લોકોએ પોતાના ગહસ્થીની બહાર સંબંધ બનાવ્યા છે તે ખુશ દેખાયા છે પરંતુ આનો અર્થ એ નથી કે પરિણિત લાઇફમાં રહેલી સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ સમસ્યાનો ઉકેલ છે. તમામ જાણકાર લોકો કહે છે કે થોડાક સમયની ખુશી કેટલાક પરિવારને બરબાદ કરી નાંખે છે. પોતાના પાર્ટનરની સાથે વિશ્વાસઘાત કરીને હાંસલ કરવામાં આવેલી ખુશી થોડાક સમય માટેની હોય છે. સાથે સાથો જોખમી હોય છે. આના કારણે અનેક લોકોની લાઇફ ખોરવાઇ જવાનો ખતરો રહે છે. પારસ્પરિક સમસ્યાનો ઉકેલ વાતચીત મારફતે જ આવી શકે છે. વાતચીત મારફતે અને સંતોષની લાઇફ મારફતે પરિણિત જીવનને વધારે સાનુકુળ બનાવી શકાય છે. પરિણિત લાઇફમાં ખુશી લાવવા માટે વિશ્વાસ સૌથી ઉપયોગી બાબત છે એવા પણ સમાચાર મળી ચુક્યા છે કે આજના દોરમાં મોટા ભાગે લોકો લગ્ન બહારના સંબંધ રાખવા માટે ઇચ્છુક બન્યા છે.