બાળકોને ગ્રોઇંગ એજમાં પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક અને યોગ્ય ડાઈટ આપવાની સલાહ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બાળકો સાથે બળજબરી પૂર્વક ન કરવી જોઈએ. બાળકોને પસંદગીની ચીજવસ્તુઓ આપવા માટે યોગ્ય વલણ અપનાવવાની સલાહ પણ આપવામાં આવી છે. અભ્યાસ મુજબ દરેક ચીજના પોષક તત્વો અંગે પહેલાં માતા-પિતા માહિતી મેળવે તે જરૂરી છે.
માહિતી મેળવી લીધા બાદ બાળકોને ખૂબ જ સાવધાનીપૂર્વક આ ચીજવસ્તુઓ આપવી જોઈએ. બાળકોની ગ્રોઈંગ એજમાં તેમના માટે પોષક તત્વો ખૂબ જ જરૂરી છે પરંતુ આધુનિક સમયમાં ફૂડ વિકલ્પો વધી ગયા છે જેના પરિણામ સ્વરૂપે બાળકો જંક ફૂડની તરફ આકર્ષિત થયા છે. ન્યુટ્રીસનિસ્ટ સુનિતા દુબેનું કહેવું છે કે માતા-પિતાને બાળકોમાં ખાવા-પીવાની સારી ટેવ પાડવી જોઈએ. જા શરૂઆતથી જ આ ટેવ પાળવામાં આવે તો જીવનમાં આ ટેવ યથાવત્ રહે છે અને તેનો ફાયદો રહે છે. બાળકોની ડાઈટને લઈને નિષ્ણાંતોનું કહેવું છે કે સાવધાનીપૂર્વકનું વલણ ખૂબ જરૂરી છે. આનાથી બાળકોને એનર્જી મળવાની સાથે સાથે તેમના દીમાગ પણ સાર્ફ બને છે. એટલામાં ઓછું હોય તેમ તેમના મૂડ ઉપર પણ આની અસર થાય છે.
ક્લીનીકલ સાઈકોલોજીસ્ટ ડાક્ટર નુપુર કૃષ્ણનનું કહેવું છે કે બાળકોને એનર્જીની ખૂબ જ વધારે જરૂર હોય છે. કારણ કે બાળકો આ વખતે ગોઈંગ એજમાં હોય છે. આમા કોઈ બાંધછોડ કરવામાં આવે તો તેમના વિકાસ ઉપર અસર થાય છે. બાળકોને પ્રતિ કિલોની દૃષ્ટિએ વાત કરવામાં આવે તો પુખ્તવયના લોકોની સરખામણીમાં વધારે કેલોરીઝની જરૂર પડે છે. બાળકોમાં મેટાબોલિઝમ રેટ ખૂબ વધારે હોય છે. વય વધવાની સાથે સાથે આમા ઘટાડો થાય છે. મોટા લોકોની સરખામણીમાં બાળકોની ફિઝિકલ એÂક્ટવિટી વધારે હોય છે.