અમદાવાદ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં લઘુત્તમ તાપમાન આજે ઉલ્લેખનીયરીતે ઘટ્યું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૩.૫ ડિગ્રી રહ્યું હતું. જ્યારે ડિસામાં લઘુત્તમ તાપમાન ૧૫.૫ અને અમદાવાદમાં ૧૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં એકાએક પારો ગગડી જતાં તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે.
હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વ†ોમાં પણ નજરે પડવા લાગી ગયા છે.
તાપમાનમાં આગામી બે દિવસ દરમિયાન કોઇ મોટા ફેરફારની શક્યતા દેખાઈ રહી નથી પરંતુ ઠંડા પવનોના લીધે ફુલગુલાબી ઠંડીનો અનુભવ હવે લોકોને થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ગગડીને ૧૪.૨ ડિગ્રી રહ્યું હતું. રાજ્યના અન્ય ભાગોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઉતારચઢાવની Âસ્થતિ રહી હતી. વહેલી સવારમાં લોકો ફિટનેસને જાળવવા માટે પણ વધુ સાવધાન બન્યા છે અને ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે. ઠંડીની શરૂઆત થતા ફિટનેસ જાળવવા માટેનો આ સર્વશ્રેષ્ઠ ગાળો હોવાથી જરૂરી નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે.