“ ગમતાનો કરીએ ગુલાલ “ 

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

          જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ

         એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ

                                     –  રાજેન્દ્ર શુક્લ

કવિએ  પોતાની પ્રેમિકાને સંબોધીને ખૂબ સુંદર વાત કરી છે. કવિ પત્ર લખે છે. આજે તો પત્ર  લુપ્ત અથવા તો નામશેષ થઇ ગયા છે. કોઇએ એના ઘેર જૂના પુરાણા પત્રો સાચવી રાખ્યા હોય તો ઠીક છે બાકી આજે તો કોઇ આપણને પત્ર લખે એવું વિચારવા માત્રથી પણ લોકો આપણા ઉપર કદાચ હસવા લાગે.  જત જણાવવાનું કે એ શબ્દ પત્રની શરુઆતમાં હોય છે.  કવિની આસપાસનું વાતાવરણ કવિને અજબ એટલે કે કંઇક નવીન લાગે છે. કવિ આ વાતાવરણને અજબ શા માટે કહે છે? તો એનો જવાબ આપતાં કવિ કહે છે કે કવિ પાસે જે સમય છે કે ક્ષણો છે તેના બે જ ભાગ પડે છે. એક ભાગ એવો છે જેમાં તેમની સનમ તેમની સાથે છે અને બીજો ભાગ એવો છે જેમાં સનમ એમની સાથે ભૌતિક  સ્વરૂપે નથી પણ યાદ અથવા તો સ્મરણ સ્વરૂપે છે. ટૂંકમાં કવિની સનમ સતત એમની સાથે જ છે. આ શેર ઉપરથી નાયક  તેની યારને એવું  પણ કહી રહ્યો છે કે મારા જીવનમાં બસ તું અને તું જ છે બીજા કશાનું જરા પણ સ્થાન નથી અને ઉક્ત કારણસર કવિને તેમનો સમય અજબ અથવા તો નવાઇ ભર્યો લાગે છે. પત્રની  શરુઆત આવી કરીને કદાચ કવિ પોતાની પ્રેમિકાની સ્થિતિની જાણકારી મેળવવા માગતા હોય તેવું લાગે છે. હું તમને મારી સ્થિતિનું વર્ણન કરું છું તો સ્વાભાવિક રીતે એમાં એવું અભિપ્રેત હોય છે કે હવે તમે પણ તમારી સ્થિતિની વાત કરો. ખરેખર કવિએ આ શેરમાં ઇશ્કના અંદાજને કંઇક વિશિષ્ઠ રીતે રજુ કર્યો છે.

આ શેરમાંથી  બીજો વિશિષ્ઠ અર્થ કાઢીએ તો એવો પણ નીકળી શકે છે કે સનમને બદલે આ જ વાત ભક્ત અને ભગવાનના સંદર્ભમાં પણ એટલી જ સાચી પડે  છે.

 anat e1526133269569

Share This Article