” હાથની તાકાત જ્યાં ઉપચાર છે,
હસ્તરેખા ત્યાં બધી લાચાર છે. “
શ્રી ગણપત પટેલ “સૌમ્ય “
આ શેર માણસને પ્રારબ્ધ કરતાં પુરુષાર્થની પ્રબળતાનો સંદેશ આપી જાય છે. કવિ કહે છે માણસના હાથની હસ્તરેખાઓમાં ભવિષ્યની ઘટનાઓ/સફળતાઓ છૂપાયેલી હોય છે,પરંતુ માણસના જીવનમાં જે કંઇ મુશ્કેલીઓ, વિઘ્નો કે સંકટો આવે છે તેનો ઉપચાર ઉપાય તેના હાથની તાકાત ઉપર હોય છે અને વ્યક્તિ જો પોતાના હાથની તાકાત નો સૂઝ બૂઝથી સાચી રીતે ઉપયોગ કરે તો તેની મુશ્કેલીઓ દૂર ભાગી જાય છે.
તેના હાથમાં રહેલી ભાગ્યની રેખાઓ ત્યાં લાચાર થઇ જાય છે. ઘણા બધા લોકો હસ્ત રેખા જોનારા જ્યોતિષિઓ પાસે જતા હોય છે અને તેમનું ભવિષ્ય કેવું છે તે જાણવાની કોશિશ પણ કરતા હોય છે. હસ્તરેખા મુજબ મનુષ્યને ઘણાં દુ:ખ સહન કરવનાં લખાયેલાં હોય તો પણ મનુષ્ય ધારે તો પોતાના હાથની તાકાત વાપરીને પેલાં દુ:ખને આવતાં રોકી શકે છે. આમ અહીં કવિએ વ્યક્તિને એક છૂપો બોધ કે ઉપદેશ પણ આપ્યો છે કે ભાઇ, તારા હાથમાં ઘણી તાકાત છે, તારે તે તાકાત ઓળખવી જોઇએ.
તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઇએ અને આવો ઉપયોગ થાય તો તે વ્યક્તિનું ભાગ્ય પલટાઇ જાય છે. ભલે હસ્તરેખાઓ દુ:ખ દર્શાવતી હોય તો પણ એ હાથના પુરુષાર્થ કે પ્રબળ તાકાતથી જે ઉપાયો થશે અને તેનું જે છે ને કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળુ છે. આમ આ શેરમાં શાયરે મનુષ્યના હાથની રેખાઓમાં છૂપાયેલી શક્તિનો મહિમા ગાયો છે. અને વધારામાં એમ પણ કહી દીધું છે કે તમે તમારા હાથની તાકતથી જ તમારા હાથની રેખાઓને લાચાર બનાવી શકશો.
- અનંત પટેલ