ભોજનમાં કાચા શાકભાજીનો ક્રેઝ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

આધુનિક સમયમાં લોકો ફિટનેસ અને આરોગ્યને લઇને વધારે જાગરૂક બની રહ્યા છે. પોતાની ડાઇટમાં માત્ર કાચા ભોજનને સામેલ કરવાની બાબત હાલના સમયમાં એક પ્રકારથી ફેશન બની ગઇ છે. કાચી ચીજા વધારે પ્રમાણમાં કેટલાક લોકો ઉપયોગ કરે છે. જેમ કે કાચી શાકભાજી અને કાચા ફળ પણ ખાવાનો ક્રેઝ હાલમાં જોવા મળે છે. જો કે નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે કાચા ભોજનથી કેટલીક વખત શરીર પર વિપરિત અસર પણ કરે છે. જેથી ભોજનમાં માત્ર કાચી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા કેટલાક નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવે તે જરૂરી છે. જાણકાર તબીબો  અને ડાયટના મામલે નિષ્ણાંત તબીબો કહે છે કે ડાઇટમાં કાચી ચીજ વસ્તુઓને સામેલ કરવાની બાબત હવે ફેશન સમાન છે.

કાચી ચીજ વસ્તુઓ ખાવાના ફાયદા તો ચોક્કસપણે કેટલાક રહેલા છે. જેમાં વધારે પ્રમાણમાં પૌષક તત્વ મળવા, શરીરના ડિટોક્સિંગ થવાની બાબત, એલર્જીને દુર કરવાની બાબત, ઉર્જા વધારી દેવાની બાબત, યાદશક્તિને વધારી દેવાની બાબત, બ્લડપ્રેશર પર કાબુ મેળવી લેવાની બાબત, ડાયાબિટીસ પર અંકુશ જેવી બાબતો સામેલ છે. કાચા ભોજનથી વજન પણ ઘટી શકે છે. કારણ કે તેમાં કેલોરી સોડિયમનુ પ્રમાણ ઓછુ હોય છે. ફાયબરનુ પ્રમાણ વધારે હોય છે. તે શરીરને ક્ષારીય પણ બનાવે છે. જેના કારણે એસિડિટી ઓછી થાય છે. સોજો પણ ઘટી જાય છે. જો કે આ તમામ બાબતો અમારી પેકેજ્ડ ફુડ પર આધાર રાખે છે. અમે બ્રેડ, બોટલમાં બંધ સામગ્રી અને ચિપ્સ,પનીર, રિફાઇન્ડ તેલ જેવા ભોજનથી દુર રહેવા માટેના પ્રયાસ કરીએ છીએ. આ તમામ પ્રકારની રાહત અને ફાયદા કાચા ભોજનથી ચોક્કસપણે મળે છે. જો કે માત્ર કાચા ભોજનને ડાઇટમાં સામેલ કરવાથી વિપરિત અસર પણ થઇ શકે છે.જેના પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.

કાચા ભોજન પર આધાર રાખનાર લોકો સામે સૌથી મોટો પડકાર એ છે કે તેમને પુરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન બી૧૨ અને આયરન જેવા પોષક તત્વો મળી શકતા નથી. આ પૌષક તત્વો સામાન્ય રીતે એ ચીજોમાં જોવા મળે છે જે ખાદ્ય પદાર્થો હોય છે. જેમ કે બીન્સ, પૂર્ણ અનાજ અને હળવા પ્રોટીનનો સમાવેશ થાય છે. આવી સ્થિતીમાં અનેક ચીજોથી વંચિત રહી શકીએ છીએ. આને પૂર્ણ કરવા માટે અનેક પ્રકારના વિટામિન સપ્લીમેન્ટસ લેવાની જરૂર હોય છે. સામાન્ય રીતે એવી ધારણા પણ હોય છે કે તમે જ્યારે ભોજન બનાવો છો ત્યારે તેના પૌષક તત્વો અને કુદરતી એન્જાઇમ નષ્ટ થઇ જાય છે. આ ધારણા આંશિક રીતે જ સાચી છે. કેટલાક વિટામિન તો એ જ વખતે સક્રિય થાય છે જ્યારે તેમને બનાવવામાં આવે છે. જ્યારે કેટલક ચીજો એવી છે જે કાચી વધારે ઉપલબ્ધ છે. પૌષક તત્વોથી ભરપુર પાલકમાં ખુબ વધારે પ્રમાણમાં લ્યુટિન હોય છે .આને પકવી લેવાથી શરીરને આને પચાવી લેવામાં મદદ મળે છે. ટામેટામાં લાઇકોપીન ખરેખર ભોજન પકવતી વેળા વધારે ઉપલબ્ધ રહે છે. કેટલીક શાકભાજી જેમ કે ફુલાવર, બ્રોકલીનો સમાવેશ થાય છે. સરસોના શાકમાં પણ યૌગિક હોય છે. જેને વધારે પ્રમાણમાં ખાવાથી થાઇરાઇજ ફ્ક્શન બંધ થઇ જાય છે. કેટલીક શોધથી એવુ જાણવા મળ્યુ છે કે પકવી લીધા બાદ મરચા અને પૌષક તત્વો વધી જાય છે.

કેટલાક ખાદ્ય પદાર્થો પકવી લીધા બાદ વધારે ઉપયોગી બની જાય છે. કારણ કે તેમાં રેશાની ચીજ તુટી જાય છે. જેથી પાચનમાં સરળતા રહે છે. જે લોકોના પાચનતંત્ર સવંદેનશીલ છે અથવા તો અલ્સરેટિવ કોલાઇટિસ જેવા આંતરડાના સોજાના રોગથી ગ્રસ્ત છે તે લોકો માટે ભોજનને પકવીને ખાવાની બાબત સારા વિકલ્પ તરીકે છે. ચીની માન્યતા મુજબ કાચી ચીજો ખાવાથી કેટલીક સમસ્યા આવી શકે છે. જેના કારણે સુસ્તી, પાચનની તકલીફ અને પાંચન સંબંધિત અનેક કેટલાક રોગ થઇ શકે છે. ભોજનને પકવીને ખાવાથી કેટલાક રોગથી બચી શકાય છે.જો તમે માત્ર કાચા ભોજનનો ઉપયોગ કરી રહ્યા છો અને આપની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી છે તો આપને ફુડ પોઇઝનિંગનો ખતરો અનેક ગણો વધી જાય છે.

Share This Article