ફીશ ઓઇલના ઘણા ફાયદા છે તે બાબત અગાઉ પણ સાબિત થઈ ચુકી છે. હવે ફરી આ વાતને અભ્યાસમાં સમર્થન મળ્યું છે. ફીશ ઓઈલ માત્ર આરોગ્ય માટે જ યોગ્ય નથી બલકે વાળ, સ્કીન માટે પણ ફીશ ઓઈલ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે. આ ઉપરાંત જુદા જુદા રોગને રોકવામાં પણ ફીશ ઓઈલની ભુમિકા છે. ફીશ ઓઈલના ફાયદાઓને લઈને વારંવાર અભ્યાસ થતા રહ્યા છે. સ્વસ્થ હાર્ટને જાળવી રાખવા કોઈપણ વ્યક્તિને વધારે પ્રમાણમાં ફીશ ઓઈલ ધરાવનાર ભોજન ઉપયોગમાં લેવાની જરૂર છે. હાર્ટના રોગના ખતરાને ઘટાડવામાં તેમા રહેલા ઉમેગા-૩ તત્વો ઉપયોગી છે. આ ઉપરાંત તે એલડીએલ કોલેસ્ટેરોલના પ્રમાણને પણ ઘટાડે છે. સાથે સાથે એચડીએલનું પ્રમાણ વધારે છે. એનડીએલ કોલેસ્ટેરોલને ખરાબ કોલેસ્ટેરોલ તરીકે ગણવામાં આવે છે.
તે સારા કોલેસ્ટેરોલના પ્રમાણને વધારે છે. ફીશ ઓઈલ હાર્ટ સ્ટ્રોકને ટાળવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફીશ ઓઇલ હાઈપર ટેન્શનની સારવારમાં પણ ઉપયોગી બની શકે છે. આ ઉપરાંત સ્લીમ રહેવમાં પણ મદદરૂપ બને છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે વજન ઘટાડવામાં તેની ભુમિકા છે. નિયમિત પ્રમાણમાં ફીશ ઓઈલને ઉપયોગમાં લેવામાં આવે તો ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. અસ્થમાં જેવી શ્વાસની તકલીફ ધરાવતા લોકોને ફીશ ઓઈલ ખાવાથી ફાયદો થાય છે. સંશોધકોએ કહ્યું છે કે હાઈફીશ ડાઈટ ઉપર રહેલા બાળકોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. જુદા જુદા ગ્રુપમાં બાળકોને વિભાજિત કરીને તેમના ઉપર નજર રાખવામાં આવી હતી. હાઈફીશ ડાઈટ ઉપર થોડાક બાળકોને રાખાવમાં આવ્યા હતા. જ્યારે અન્ય બાળકોને નિયમિત ડાઈટ ઉપર રાખવામાં આવ્યા હતા.
પરિણામમાં જાણવા મળ્યું કે વધુ ફીશ ખાનાર બાળકો અસ્થમાના ઓછા શિકાર દેખાયા હતા અને તેઓ વધુ સારી રીતે શ્વાસ લઈ શકતા હતા. ફીશ ઓઈલના અન્ય ઘણા ફાયદા છે. ઓમેગા-૩ ફીશ ઓઈલ કેન્સરના સૌથી સામાન્ય સ્વરૂપ પૈકીના ત્રણ સ્વરૂપોને રોકે છે. જેમાં સ્થન કેન્સર અને પ્રોસ્ટટેટ કેન્સરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખતરનાક સેલોને પણ મારી નાખે છે. ફીશ ઓઈલથી વાળની ખૂબસુરતી અને ચમક વધે છે. ઓમેગામાં એવા તત્વો હોય છે જે વાળના ગ્રોથને વધારે છે તથા હેરલોસને અટકાવે છે. ફીશમાં મોટા પ્રમાણમાં પ્રોટીન તત્વો હોય છે. ફીશ ઓઈલ ડ્રાય સ્કીનની સ્થિતિને પણ સુધારે છે. સગર્ભાવસ્થામાં રહેલી મહિલાઓ માટે પણ તે ઉપયોગી છે. ફિશ ઓઇલ અનેક રીતે ઉપયોગી છે.