ફિટજી દ્વારા જેઈઈ એડવાન્સ, જેઈઈ મેઇન તથા વિવિધ અન્ય સ્પર્ધાત્મક કે સ્કોલેસ્ટિક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની યોગ્યતા અને સંભાવના ચકાસવા માટે ૪ ફેબ્રુઆરી,૨૦૧૮ના રોજ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવશે.
આ પ્રવેશ પરીક્ષા હાલમાં ધોરણ ૫, ૬, ૭, ૮, ૯, ૧૦ અને ૧૧ માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પ્રારંભિક લાભ સાથે ફિટજી ક્લાસરૂમ/ ઇન્ટ્રીગ્રેટેડ સ્કૂલ પ્રોગ્રામમાં જોડાવવા માટેની તક છે. આ વિદ્યાર્થીઓને તેમની અંતિમ પરીક્ષા કે અભ્યાસ બાદ ઉચ્ચ શૈક્ષણિક વાતાવરણમાં તેજસ્વી મગજ સાથે તેમની શૈક્ષણિક તૈયારીની શરૂઆત માટે સક્ષમ બનાવે છે અને તેઓને સારી અનુકૂળ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે પડતી સમસ્યાઓમાં સમાધાન મેળવવા માટે સેલ્ફ-સ્ટડી, શંકા નિરાકરણ, વધારાની પ્રેકટિસ ટેસ્ટ માટે પૂરતો સમય આપે છે.
પ્રારંભિક તબક્કે સ્પર્ધાત્મક પરીક્ષાનો સંપર્ક, શ્રેષ્ઠત્તમ ફેકલ્ટી અને સર્વગ્રાહી શૈક્ષણિક પદ્ધતિ સાથે વિદ્યાર્થીઓ જેઈઈ એડવાન્સ્ડ, જેઈઈ મેઇન, ઓલમ્પિયાડ, કેવીપીવાય, ૧૦ અને ૧૨ બોર્ડ્સ, એનટીએસઇ, જુનિયર ઓલમ્પિયાડ્સ જેવી સ્કોલેસ્ટિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર થશે.
“ફિટજી ગહન મૂલ્ય ધરાવતી એકમાત્ર સંસ્થા છે જેનો પાયો સમર્પણ, ઇમાનદારી, પારદર્શીતા અને સત્ય પર આધારિત છે. અમારા વિદ્યાર્થીઓ આ ગુણવત્તા થકી સ્વાભાવિક રીતે પ્રભાવિત છે અને આ રીતે મેળવેલ ગુણ જીવનના કોઇપણ તબક્કે સફળતા માટે મહત્વપૂર્ણ છે. અમારૂં તાલીમ માળખું સિદ્ધાંત સાથે સંકળાયેલ છે અને અમે વિદ્યાર્થીઓની વિશ્લેષણાત્મક કુશળતા અને મૂળભૂત વિચારસરણી પર સુધારણા અને તેમના બુદ્ધિ આંક, ઇક્યૂ અને એસક્યૂને વધારવાની પ્રક્રિયામાં ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.”, તેમ ફિટજીના ડિરેક્ટર શ્રી આર એલ ત્રિખાએ જણાવ્યું.
વિદ્યાર્થીઓની તૈયારીઓના વિવિધ તબક્કે તેમની જરૂરિયાતો સમજવા પાછળ ફિટજી ખાતે અપાતી માર્ગદર્શક શિક્ષણ પદ્ધતિ રહેલી છે. ઉપરાંત આ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં ફિટજી વિદ્યાર્થીઓની સફળતા પાછળનું રહસ્ય પણ છે.
પ્રવેશ પરીક્ષા માટેની અંતિમ તારીખઃ ગુરુવાર, ૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ છે. જેની રજીસ્ટ્રેશનની ફી રૂ.૭૦૦ છે. (લાગૂ પડતા તમામ કરવેરા સહિત)
ઓફલાઇન રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓ નજીકની ફિટજી સેન્ટર ખાતેથી પેપર એપ્લિકેશન ફોર્મ મેળવી શકે છે. ઓનલાઇન નોંધણી માટે લોગ ઇન કરોઃ www.fiitjeelogin.com
પ્રવેશ પરીક્ષા વિશે વધુ માહિતી માટે મુલાકાત લોઃ www.admissiontest.fiitjee.com