નાઇટ શિફ્ટમાં કામ કરનાર મહિલાઓને સ્તન કેન્સરનો ખતરો વધી જાય છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યા બાદ આ મુજબના તારણ જારી કર્યા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે મોડી રાતથી વહેલી સવાર નિયમીત કામ કરનાર મહિલાઓમાં કેન્સરનો ખતરો ચાર ઘણો વધી જાય છે. નિયમીત રીતે મોડી રાત સુધી નોકરી કરનાર મહિલાઓને જોખમ સૌથી વધારે રહે છે. અભ્યાસના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે વહેલી સવારમાં નિયમીત રીત કામ કરનાર મહિલાઓમાં પણ ખતરો રહેલો છે.
એકંદરે દિવસમાં કામ કરનાર મહિલાઓની સરખામણીમાં મોડી રાતની શિફ્ટમાં નોકરી કરનાર મહિલાઓમાં ખતરો ૪૦ ગણો વધારે રહેલો છે. પરીણામો નિર્દેશ કરે છે કે વારંવાર નાઇટ શિફ્ટ કેન્સરના ખતરાની સાથે સાથે અન્ય બિમારીઓને પણ આમંત્રણ આપે છે. નાઇટ શિફ્ટમાં લાંબા ગાળા સુધી કામ કરનાર લોકોમાં પણ ખતરો રહેલો છે. આ અભ્યાસ કરનાર ડેનીસ કેન્સર સોસાયટીના તબિબ જાની હેન્સેનને ટાંકીને બ્રિટનના જાણીતા અખબાર મીરરે કહ્યું છે કે દિવસમાં નિયમીત કામ કરવાથી કોઇપણ પ્રકારનો બિનજરૂરી ખતરો નથી.
સાંજના ગાળામાં કામની પસંદગી કરનાર લોકોમાં સવારમાં કામ કરતા લોકોની સરખામણીમાં ખતરો વધી ગયો છે. અભ્યાસમાં સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે છ વર્ષ સુધીના ગાળામાં એક સપ્તાહમાં ત્રણ રાત્રી અથવા તો તેનાથી વધુ સમય સુધી કામ કરનાર મહિલાઓમાં રાત્રી શિફ્ટમાં કામ નહીં કરતી મહિલાઓમાં ખતરો બે ગણો વધારે છે. જ્યારે વધુ સમય સુધી કામ કરનારમાં ખતરો અનેક ગણો વધી જાય છે. ૬૯૨ મહિલાઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે.