તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માત્ર ત્રણ મિનિટ સુધીની સામાન્ય કસરત પણ સ્થૂળતાને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફેટને દૂર કરવામાં કસરતની મહત્વપૂર્ણ ભૂમિકા છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો જીમમાં જવામાં આળસ અનુભવ કરે છે અને જે લોકો કસરત માટે સમય નથી તેવી દલીલ કરે છે તે લોકો માટે એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે માત્ર ત્રણ મિનિટની કસરત મહત્વપૂર્ણ થઈ શકે છે અને ઘરમાં જ આ કસરત કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ નવા અભ્યાસમાં કહ્યું છે કે સ્થૂળતાને ઘટાડવા માટે જીમમાં કલાકો સુધી ગાળવાની કોઈ જરૂર નથી. એક સપ્તાહમાં માત્ર ત્રણ મિનિટ કસરત કરીને પણ વજન ઉતારી શકાય છે. વજન ઉતારવા અને સ્થૂળતાને ઘટાડવા માટે નવી પેઢી જુદા જુદા તરીકાઓ અપનાવે છે પરંતુ આધુનિક સમયની લાઇફ સ્ટાઇલના કારણે આ બાબત શક્ય બનતી નથી.
આવી સ્થિતિમાં સ્થૂળ અને વધુ વજન ધરાવતા લોકો વારંવાર તબીબોની સલાહ લેતા હોય છે. મોટાભાગના લોકો જીમમાં વધારે સમય ગાળે છે પરંતુ નવા અભ્યાસ મુજબ માત્ર ત્રણ મિનીટની કસરત પણ વજન ઉતારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ફેટને બર્ન કરવામાં ત્રણ મિનીટની કસરત પૂરતી સાબિત થઈ શકે છે. આ ટૂંકાગાળાની કસરતને એક અલગ જ નામ વૈજ્ઞાનિકો આપી રહ્યા છે. બ્રિટનની નોટિંગમ યુનિવર્સિટીએ કહ્યું છે કે એક સપ્તાહમાં માત્ર ત્રણ મિનીટની કસરત પણ ફેટને બર્ન કરવામાં ખૂબ જ અસરકારક છે.
દરરોજ વર્કઆઉટ કરવાના બદલે વ્યસ્ત લોકો સપ્તાહમાં એક વખત ત્રણ મિનિટની કસરત કરે તો પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શારીરિક કસરત શરીરમાં સ્નાયુને મજબૂત કરવામાં જ ભૂમિકા અદા કરતી નથી પરંતુ લોહીના સર્ક્યુલેશનને વધારવામાં અને સુધારવામાં પણ તેની ભૂમિકા છે. આનાથી ફિટનેશ જાળવી રાખવામાં મદદ મળે છે. તીવ્ર કસરત કરતી વેળા શરીરમાંથી એવા હાર્મોન રિલીઝ થાય છે જેનાથી ફેટ ઘટે છે. પરંપરાગત કસરત પણ શરીર માટે ઉપયોગી રહેલી છે. નવા અભ્યાસમાં ત્રણ મિનિટની કસરત ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.