યંગસ્ટર્સમાં ઉત્તરાયણની મસ્તી જેટલી પતંગ ચગાવવાની, ચીક્કી ખાવાની અને ધાબે લાઉડ મ્યુઝિક પર ઝૂમવાની હોય છે તેટલી જ ચિંતા અ હોય છે કે આ વખતે ઉતરાયણમાં શું પહેરીશ?
ઉત્તરાયણની સિઝન એટલે થોડી ઠંડી, થોડો પવન અને થોડા તડકો….આ દિવસે વાતાવરણમાં પરિવર્તન આવે તેથી યુવતિઓએ એવા કપડા પ્રિફર કરવા જોઈએ જેનાથી બહું ઠંડી પણ ન લાગે અને અકળામણ પણ ન થાય. તેથી જીન્સ અને ડેનિમ બેસ્ટ ઓપ્શન રહેશે. જીન્સ માત્ર સિઝનની દ્રષ્ટિએ જ નહીં પરંતુ સેફ્ટીની દ્રષ્ટિએ પણ રાઈટ ચોઈસ છે. ઉતરાયણમાં પતંગ ચગાવવા તમારે એક ધાબા પરથી બીજા ધાબા પર ચડવાનું, પાળીઓ કુદવાનું કે સીડી ચડવાનું હોય છે, જો તે વખતે જીન્સ પહેરેલું હોય તો ઈઝીલી મૂવ કરી શકશો.
હાલમાં ગાઉન, લોન્ગ ફ્રોક, ફ્લેરી સ્લીવ્સ આઉટફીટ વધુ ટ્રેન્ડમાં છે, પરંતુ પતંગ ચગાવતી વખતે આ ડ્રેસ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. બની શકે તો ખુલ્લા દુપટ્ટાવાળા સલવારસુટ કે લહેરાતી સાડીઓ પહેરવી પણ અવોઈડ કરવી જોઈએ. આપ ચાહો તો જમ્પસુટ પહેરી શકો છો.
ધાબા પર દોરી અને પતંગથી સંભાળવા માટે હિલ પહેરવાનું પણ અવોઈડ કરવું જોઈએ. આમ પણ આખો દિવસ ઉભા રહેવાનું હોવાથી પ્લેટફોર્મ વેજીસ, શુઝ કે લોફર બેસ્ટ ઓપ્શન છે. આપ ચાહો તો ફ્લોટર્સ પણ પહેરી શકો છો.
ગળામાં દોરી વાગે નહીં તે માટે સ્ટોલ કે સ્કાર્ફ ગળાને ફરતે રાખશો તો ફેશન પણ લાગશે અને સેફ્ટી પણ જળવાશે. આંખોને સાચવવા ગોગલ પણ પહેરવા જોઈએ. અત્યારે ફાસ્ટ કલર ટ્રેન્ડમાં છે. આમ પણ, રંગબેરંગી પતંગોની વચ્ચે બ્રાઈટ કલર પહેરેલા વધુ સુંદર લાગશે. તો આ ઉતરાયણમાં બ્રાઈટ કલર્ડ ટોપ અને ડેનિમ પરફેક્ટ ડ્રેસ રહેશે.