અમદાવાદ ખાતે વિકાસઅન્વેષ ફાઉન્ડેશન અને આઈસીડ ઈરમા દ્વારા ‘ફાર્મિંગ ફ્યુચર્સઃ અંગે પેનલ ડિસ્કશન

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન, અમદાવાદ ખાતે પેનલ ડિસ્કશનનું આયોજન થયું હતું. ‘ફાર્મિંગ ફ્યુચર્સઃ ઈમર્જિંગ સોશિયલ એન્ટરપ્રાઈઝીસ ઈન ઈન્ડિયા’ એ પુસ્તક છે જેમાં કૃષિમાં વિગતવાર સોશિયલ એન્ટરપ્રાઈઝીસ અંગે 15 સમકાલીન કેસ સ્ટડીઝનું અનોખું કલેક્શન છે. તેને અજિત કાનિટકર અને સી. શંભુ પ્રસાદ દ્વારા સંપાદિત કરવામાં આવેલ છે. આ ચર્ચા અને પેનલ ડિસ્કશનમાં, પાંચ પેનલ મેમ્બર્સ અને વિવિધ એનજીઓ અને શૈક્ષણિક સંસ્થાઓનાં લોકો  ઉપસ્થિત રહ્યા હતા.

આ પુસ્તક લખવાની પ્રેરણા વિશે લેખકો અજિત કાનિટકર અને સી. શંભુ પ્રસાદે કહ્યું હતું, ‘આપણા દેશમાં સામાજિક સાહસ છેલ્લા દસ વર્ષથી ખૂબ ડાઈનેમિક સેક્ટર તરીકે ઉભરી આવ્યું છે. અનેક યુવા શિક્ષિત લોકો છે જેઓ સોશિયલ એન્ટરપ્રેનર્સ બનવા માગે છે, જેઓ એવા લોકો છે જેઓ માટે સામાજિક અભિયાન પ્રથમ છે અને નફો પછીની વાત હોય છે. જો કે સોશિયલ એન્ટરપ્રાઈઝીસ અંગે ઘણું ઓછું શૈક્ષણિક સંશોધન થયેલું છે. અમે એક ગ્રૂપ તરીકે આ અંતરને પારખ્યું છે અને આથી કૃષિમાં 15 સોશિયલ એન્ટરપ્રાઈઝીસનો અભ્યાસ કરવાનું નક્કી કર્યુ હતું.’

અજિત કાનિટકરે કહ્યું હતું, ફાર્મિંગ ફ્યુચર્સઃ સોશિયલ એન્ટરપ્રાઈઝીસ ઈન ઈન્ડિયા’ એ કેસ સ્ટડીઝ ચાર્ટનો બન્ચ છે જે સમાન હેતુ અને નફામાં રોમાંચક સફર અને સમસ્યાઓ દર્શાવે છે અને ધરતીના ભવિષ્ય અંગે ઊંડી ચિંતા દર્શાવે છે. તે ભારતની કૃષિલક્ષી લાંબા સમયની સમસ્યાઓ માટે ઉદ્યોગસાહસિક માર્ગનો ઉદભવ દર્શાવે છે.’

સી. શંભુ પ્રસાદે કહ્યું હતું, આ કેસ સ્ટડી દર્શાવે છે કે કઈ રીતે એન્ટરપ્રેનર્સની સફર અને તેમના એન્ટપ્રાઈઝીસ ઈકોસિસ્ટમના નોંધપાત્ર મુદ્દાઓ ધરાવે છે કે જેને હજુ સુધી ધ્યાનમાં લેવાયા નથી. ભારત સરકારની ઉદ્યોગસાહસિકતા પ્રત્યેની અને ઈનોવેશન, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, મેઈક ઈન ઈન્ડિયા તથા કેન્દ્રીય બજેટ 2019માં સોશિયલ સ્ટોક એક્સચેન્જની ઘોષણા માટે સમાવેશી અને ગ્રામીણ ભૂમિકાની કૃષિ ક્ષેત્રે વ્યાપક પુનરુદ્ધાર માટે આવશ્યક બની રહે છે. સોશિયલ એન્ટરપ્રાઈઝીસ કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન માટે મહત્વની માહિતી આપે છે.’

અનુભવી સંશોધકો, શિક્ષણવિદ્દો અને ડેવલપમેન્ટ પ્રોફેશનલ્સ દ્વારા લખાયેલ આ કેસ સ્ટડીઝમાં એગ્રી સેક્ટરની સમસ્યાઓની વિશાળ રેન્જ સામેલ છે. તેઓ પ્રથમ જનરેશનના ઉદ્યોગસાહસિકો, ખાસ કરીને જેઓ નોન-એગ્રીકલ્ચર બેકગ્રાઉન્ડના છે તેમના માટે ફાર્મિંગ ફ્યુચર્સ માટે આશા પ્રદાન કરે છે જે ફાર્મ એન્ટરપ્રાઈઝીસનું ટકાઉપણું દર્શાવે છે. તેમાં કૃષિ માટે ઉપલબ્ધ કિફાયત સહાય અને ઉપકરણો ઉપલબ્ધ કરાવવા અને માહિતી અને તેની વિષમતાઓને ઘટાડવાનું સામેલ છે જે ખેડૂતો બજાર સાથે કામ કરતી વખતે અનુભવે છે.

Share This Article