“ફક્ત મહિલાઓ માટે” પરિવારોને થિયેટર્સમાં પરત લાવશેઃ આનંદ પંડિત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પીઢ નિર્માતા માને છે કે અમિતાભ બચ્ચનના કેમિયો સાથેની આ સોશિયલ કોમેડી યોગ્ય તારને ઝંઝોળશે

અન્ય બીજું કોઇ નહીં પણ અમિતાભ બચ્ચનના કેમિયો સાથે બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ (ઓન્લી ફૉર લેડિઝ)ને પારિવારિક દર્શકોને મોટા પાયે થિયેટરોમાં પરત લાવવાની અપેક્ષા છે. પીઢ નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત અને જય બોડાસ દ્વારા દિગ્દર્શિત મહિલાઓની આગેવાની હેઠળની સોશિયલ કોમેડી 19 ઓગસ્ટના રોજ થિયેટરોમાં આવશે.

પંડિતે જણાવ્યું, “મહામારીએ પારિવારિક દર્શકોને થિયેટરોમાં આવતા અટકાવ્યા છે, પરંતુ હવે લોકો મનોરંજન મેળવવા અને તેમના પ્રિયજનો સાથે ફરી એકવાર ફિલ્મોમાં પરત ફરવા માંગે છે. મને લાગે છે કે ‘ફક્ત મહિલાઓ માટે’ યોગ્ય સમયે આવી રહી છે અને તે પરિવારોને થિયેટરોમાં પરત લાવશે.”

આ ફિલ્મની જાહેરાત આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહના સન્માનમાં કરવામાં આવી હતી અને પંડિત જણાવે છે, સારી રીતે નિર્મિત ફિલ્મ કે જે મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત છે, તેનામાં બૉક્સ ઑફિસની અપાર સંભાવના છે. “મેં ક્યારેય પણ મહિલા-કેન્દ્રિત વાર્તાઓ સામે પક્ષપાત કર્યો નથી કારણ કે, પ્રાદેશિક અને હિન્દી સિનેમા બંનેમાં, અમારી પાસે સફળ કોમેડી અને મહિલા નાયકને સમર્પિત શક્તિશાળી ફિલ્મો છે. ‘ફક્ત મહિલાઓ માટે’ માત્ર લાગણીઓથી જ સમૃદ્ધ નથી, પણ એક સામૂહિક મનોરંજન પણ છે અને તેથી જ મેં તેને સમર્થન આપવાનું નક્કી કર્યું છે.”- આનંદ પંડિતે ઉમેર્યું.

તેઓએ જણાવ્યું કે, તેઓ હંમેશા મોટા બજેટની, સામાજિક રીતે સુસંગત, ગુજરાતી ફિલ્મ બનાવવા માંગતા હતા અને પછી અમિતાભ બચ્ચનને તેમાં સમાવિષ્ટ કરવા તે એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. તેઓએ ઉમેર્યું, “અમિતજીને ગુજરાતી ફિલ્મમાં એવા રોલમાં રજૂ કરવા કે જેને લોકો હંમેશા માટે યાદ રાખશે, એ એક સંપૂર્ણ વિશેષાધિકાર છે. તેમની બોલી દરેકના હોશ ઉડાવી દેશે! આ વાર્તા ખરેખર અનોખી પણ છે અને તે પુરૂષોને એ રીતે સંવેદનશીલ બનાવશે કે સ્ત્રીઓ જે અનુભવ કરે છે તે રમૂજી અને મનોરંજક બંને હોય છે.”

Share This Article