દરેક સ્ત્રી પોતે સુંદર દેખાય તે માટે પ્રયત્નો કરતી હોય છે. સુંદરતા એ સ્ત્રીનું ઘરેણુ છે. આજના આધુનિક યુગમાં પાર્લરમાં જઇને અથવા તો વિવિધ સર્જરી દ્વારા ચહેરાને સુંદરતા બક્ષવામાં આવે છે.
મહિલાઓ પોતાના સુંદર ચહેરા માટે રેગ્યુલર ફેસિયલ કરાવતી હોય છે. જરૂરી નથી કે દરેક વખતે ફેસિયલ તમારો ચહેરો ચમકદાર જ બનાવે, ક્યારેક તેના લીધે ગંભીર એલ્રજી પણ થઇ શકે છે. ફેસિયલ કરાવ્યા બાદ ચહેરાને નુકશાન પણ થઇ શકે છે.
- ફેસિયલ કિટમાં મોટાભાગે કેમિકલયુક્ત ક્રિમ અને કોસ્મેટિક હોય છે. આ ક્રિમ દ્વારા જ્યારે ફેસિયલ કરવામાં આવે છે ત્યારે દરેકના ચહેરાને ફેસિયલ ક્રિમ સુટ નથી કરતી. જેને સુટ નથી કરતી તે તમામને ચહેરા પર ખંજવાળ આવવાની સાઇડ ઇફેક્ટ થાય છે.
- ફેસિયલમાં સ્ક્રબિંગનો એક પાર્ટ હોય છે. વધારે પડતી તેજ ક્રિમ અથવા ખોટી રીતે મસાજ કરવાથી ચહેરો લાલ પડી જાય છે. બાદમાં તે નવી સ્કીન પ્રોબલેમ્સને પણ જન્મ આપી શકે છે.
- ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ફેસિયલ કર્યા પછી ચહેરા પર ફોડલી થઇ જાય છે અને સ્કીન ઓઇલી બને છે. જેનું કારણ છે ચહેરાના રોમછીદ્રો ખુલવા. ફેસિયલ બાદ ચહેરાના રોમછીદ્રો ખુલી જાય છે જેને કારણે ચહેરો ઓઇલી બને છે.
- ખોટા મસાજ અને યોગ્ય ક્રિમ ના હોય તો તમને ઘણી વાર અલગ અલગ પ્રકારની એલર્જી થઇ જતી હોય છે.
- નિયમિત ફેસિયલ કરાવવાથી કુદરતી ગ્લો ખોવાઇ જાય છે અને ત્વચાનું પી.એચ બેલેન્સ બગડી શકે છે.
જો તમે પણ નિયમિત રીતે ફેસિયલ કરાવો છો તો આ દરેક બાબતનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. બ્યુટિશીયનની સલાહ લાઇને જ કોઇ પણ ફેસિયલ કિટની પસંદગી કરવી જોઇએ. બાદમાં તમને ચહેરા સંબંધિત કોઇ પણ સમસ્યા ના થાય.