અમદાવાદ: બાઈક રાઈડ ટુ આબુ, બાઈકર્સ ઈવેન્ટ્સ, ઓફ રોડિંગ ઈવેન્ટ, રાઈડર્સ મીટ અને વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 150થી વધુ બાઈકર્સ આ ઈવેન્ટમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી સામેલ થશે. એક્સ્પિરિયન્સ લાઈફ એક એવી સંસ્થા છે જે એક્ટિવિટિઝ અને ઈવેન્ટ્સનું આયોજન જીવનની ઉજાણી તથા જીવનમાં નવા અનુભવોને ઉમેરવા માટે કરે છે. આ અંગે હમિંગ બર્ડ રિસોર્ટ ઓનર મુક્તેશ પટેલ, રાઈડર્સ અલ્પેશ શાહ, સુનિલ નિગમ, અમરજીત સિંહ, સ્ટન્ટ બાઈકર્સ ઈમરાન સાયેચાએ વાતચીત કરી હતી.
4 સફળ એક્સ્પિરિયન્સ ઓફ લાઈફ –ડુ ધ દિવનું આયોજન દિવ કલેક્ટરેટ અને દિવ ટુરિઝમના સહકારથી કર્યા પછી વાર્ષિક રાઈડ અને ઈવેન્ટની આ પાંચમી સિઝન – ડૂ ધ આબુનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવનારા વર્ષોમાં અમે એક્સ્પિરિયન્સ લાઈફ ફેસ્ટિવલ – રાઈડર્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ – ડૂ ધ દિવનું આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 1000થી વધુ બાઈકર્સ સામેલ થશે, જે ઈવેન્ટનું આયોજન 2019ના અંત અથવા 2020ના પ્રારંભમાં થશે.
ગુજરાત અને રાજસ્થાનના રાઈડર્સને માઉન્ટ આબુ સુધી રાઈડની તક મળશે અને તેઓ માઉન્ટ આબુના અનેરા માહોલમાં રાઈડર્સ બંધુત્વના ખરા સ્પિરિટની ઉજવણી કરી શકાશે. આ માટે અમદાવાદમાં ધ ડ્રીમ રાઈડર્સ, એસ. પી. રિંગરોડ આંબલી -બોપલ રોડ ખાતે 16 ફેબ્રુઆરી ના રોજ બાઈક રાઈડર્સ ની મીટનું સાંજે 6.30 થી 8.30 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.
અમે માઉન્ટ આબુનો જે ચાર્મ છે તેમાં રાઈડર્સ માટે વધુ ઉમેરો કરીએ છીએ અને રાઈડીંગ કલ્ચરને વેગ આપીએ છીએ. બાઈકર્સને ઓફ રોડિંગ સહિતની વિવિધ સ્પર્ધાઓ માટેની કેટેગરીઝના આધારે વિવિધ ટાઈટલ્સ એનાયત કરવામાં આવે છે. ઓફ રોડિંગ ટ્રેક બરોડા ઓટોમોટિવ રેસિંગ અને મોટોક્રોસ એન્ડ ઓફ રોડિંગ એક્સપર્ટ તરીકે જાણીતા સુનિલ નિગમની વિશેષજ્ઞતા હેઠળ બનાવાયો છે. આ ઈવેન્ટનું આયોજન આબુ તળેટીમાં ટીમ વર્લ્ડ ખાતે થશે. બાઈક સ્ટન્ટ શોનું આયોજન ઈમરાન સિયાચાની ટીમ રેમ્પેજ કરશે. આ રાઈડર્સની રાઈડ છે અને અમે માત્ર ફેસિલિટેટર્સ છીએ અને અમે માત્ર અનુભવોમાં ઉમેરો કરીએ છીએ. રાઈડ પાર્ટી બાદ તેની સાથે ડીજે નાઈટ દ્વારા મ્યુઝિક પર્ફોર્મન્સ પ્રથમ અને બીજા દિવસે અમદાવાદાના ડીડે શોટગન સિદ્ધાર્થ ભાયાણી દ્વારા થશે. જેમાં તમામ રાઈડર્સ બોલીવૂડ અને ઈડીએમ મ્યુઝીક સાથે પાર્ટી કરી શકશે. અમે ગુજરાતના રાઈડર્સ કે જેઓએ વધુ પ્રમાણમાં વિવિધ લાંબા અંતરની રાઈડ્સ કરી છે અને રાઈડર્સ કમ્યુનિટીમાં
યોગદાન આપ્યું છે તથા રાઈડર્સને પ્રેરણા આપી છે તેમને સન્માનિત પણ કરીશું. રાઈડર્સ માટે રોકાણની વ્યવસ્થા માઉન્ટ આબુમાં લક્ઝરિયસ અને પ્રિમિયમ હમિંગબર્ડ રિસોર્ટ્સ દ્વારા થશે. રાઈડમાં અમદાવાદ અને
જયપુરની મહિલા રાઈડરર્સ પણ જોડાશે. અમદાવાદ, વડોદરા અને ચંડીગઢથી સિનિયર અને અગ્રણી રાઈડર્સ પણ આ રાઈડ અને ઈવેન્ટમાં જોડાશે.
એક્સ્પિરિયન્સ લાઈફ સિઝન-5 – ડૂ ધ આબુમાં આ પ્રમાણેની પ્રવૃતિઓ સામેલ થશે.
આબુ એક્સ્પ્લોરેશન બાઈક જર્ની ડીજે નાઈટ અને મ્યુઝિક પર્ફોર્મન્સ રાઈડર્સ મીટ ટેલ શેરિંગ આગવી ઉપલબ્ધિઓ માટે રાઈડર્સને એવોર્ડથી સન્માન ઓફ રોડિંગ ઈવેન્ટ બાઈકર્સ સ્પર્ધાઓ સ્ટંટ શો એક્શન કેપ્ચર – પ્રોફેશનલ અને યુવા સિનેમેટોગ્રાફર્સ ટીમ દ્વારા ઈવેન્ટ અને રાઈડની અદભૂત ક્ષણોને કેપ્ચર કરાશે.
એક્સ્પિરિયન્સ લાઈફ એ વિવિધ રાઈડીંગ ક્લબ્સ તેમજ અમદાવાદ, જામનગર, ભાવનગર, પોરબંધર, વડોદરા, ઉદયપુર, રાજકોટ, દિવ વગેરેના રાઈડર્સનો સહયોગ ધરાવે છે. આ ઈવેન્ટ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના વિશ્વમ પારેખ અને તેમની ટીમ દ્વારા થઈ છે, જેઓ મીડિયા પ્રોફેશનલમાંથી ક્રિએટિવ એન્ડ કમ્યુનિકેશન પ્રોફેશનલ બન્યા છે, જેઓ કમ્યુનિકેશન, ક્રિએટીવ એન્ડ ઈવેન્ટ એજન્સી, અમદાવાદના સ્થાપક પણ છે.
શિડ્યુલ
દિવસ 1
રાઈડ શિડ્યુલ અને લોકેશન્સ પ્રમાણે ફ્લેગઓફ
રાઈડનો પ્રારંભ વિવિધ સ્થળોએથી થશેઃ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર અને ઉદયપુર, સુરેન્દ્રનગર તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં જ્યાંથી રાઈડ પસાર થશે એ વિવિધ સ્થળોએથી થશે.
રાઈડ અનુસાર આબુ પહોંચાશે અને હોટેલમાં ચેક ઈન થશે. રાઈડ પછી મ્યુઝીક અને ડીજે નાઈટ તેમજ ડિનરનું આયોજન થશે.
દિવસ 2
વિવિધ સ્થળોએથી રાઈડ શિડ્યુલ અને સ્થળોએથી ફ્લેગઓફ
બ્રેકફાસ્ટ 9.30 વાગ્યે ઓફરોડિંગ એન્ડ કોમ્પિટિશન્સ માટે ફ્લેગઓફ
વિવિધ સ્થળોએથી પણ રાઈડર્સ સીધા જ ઈવેન્ટ રાઈડમાં જોડાશે જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર અન ઉદયપુર, સુરેન્દ્રનગર, વિવિધ એવા સ્થળો કે જ્યાંથી રાઈડ રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થવાની છે.
ઓફરોડિંગ અને કોમ્પિટિશન્સ 10.30 વાગ્યાથી બપોરે 2.30 સુધી
રાઈડર્સ મીટ, રાઈડર્સ એવોર્ડ અને રાઈડર્સ ટેલ શેરિંગ સાંજે 5થી 7.
રાઈડ મ્યુઝિક અને ડીજે નાઈટ બાદ ડિનર
દિવસ 3
નાસ્તો સવારે 7થી 10
હોમ ડેસ્ટિનેશન તરફ રિટઓફર્ન રાઈડને ફ્લેગ