અમદાવાદ ખાતે ગુજરાતીમાં અનુદિત થયેલા પુસ્તકોનું પ્રદર્શન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે, આ સંદર્ભમાં દર મહીનાની ૧૭મી તારીખે વિવિધ વિષયનાં પ્રદર્શન યોજાય છે. આ મહીનાની ૧૭મી તારીખે આયોજીત પ્રદર્શનમાં વિવિધ ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુદિત થયેલા પુસ્તકોનું પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શન ૨૧ એપ્રિલ સુધી માણી શકાશે.

આ પ્રદર્શનમાં સાહિત્ય રસિકો માટે યાદગાર બની રહેશે, તેથી સૌ સાહિત્ય રસિકોએ પ્રદર્શનની અચૂક મુલાકાત લેવી.

પ્રદર્શનની વિગતઃ

આ પ્રદર્શન આ મહીનાની ૧૭મી એપ્રિલથી  ૨૧ એપ્રિલ દરમિયાન સવારે ૧૧ થી સાંજના ૬ કલાક સુધી ચી.મં. ગ્રંથાલય, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઓફ ઇંડિયા પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાશે.

Share This Article