હિન્દીપટ્ટાના પછાતપણાની જડો તેના ભાષાના ચારિત્ર્યના કારણે પણ છે. વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે કે હિન્દી બોલનાર લોકો પૈકી મોટા ભાગના લોકો દ્ધિભાષિક છે. હિન્દી બોલનાર ૫ણ કરોડ લોકો પૈકી માત્ર ૩.૨ કરોડ લોકો જ દ્ધિભાષિક છે. આનો અર્થ એ થયો કે આટલા જ લોકો પોતાની ભાષા સિવાય અંગ્રેજી બોલી અને વાંચી શકે છે. તેમનાથી ખુબ ઓછી વસ્તીવાળા કેટલાક અન્ય ભાષી લોકો અંગ્રેજી ભાષાના જ્ઞાનના મામલે તેમના કરતા આગળ છે. જેમાં કે ૫૩ ટકા પંજાબી ભાષી લોકો, ૨૭ ટકા કન્નડ લોકો, ૨૫ ટકા તમિળ લોકો કામચલાઉ અંગેજી ભાષા જાણે છે. તેમના પૈકી એક મોટો હિસ્સો ત્રિભાષિક પણ છે. એટલે કે આ લોકો પોતાની ભાષા ઉપરાંત અંગ્રેજી અને અન્ય ભાષા પણ સારી રીતે જાણે છે.
ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે એક ભાષાના જ્ઞાનથી વંચિત રહેવાની બાબત કેટલીક તકલીફ સાથે જોડાયેલ છે. કારણ કે આ પ્રકારની વ્યક્તિ રોજગાર, સામાજિક અને આર્થિક વિકાસમાં પણ પાછળ રહી જાય છે. વૈશ્વિકરણના આ દૌરમાં અંગ્રેજી ભાષા પર જ્ઞાન જરૂરી છે. કારણ કે અંગ્રેજી ભાષા ન આવડવાની સ્થિતીમાં કેટલીક તકલીફ આવે છે. આવી વ્યક્તિ એક હદ સુધી પહોંચી ગયા બાદ પાછળ રહી જાય છે. અંગ્રેજી ભાષા આજે કેટલીક જરૂરી ગતિવિધીના એકમાત્ર સાધન તરીકે રહે છે. રોજી રોટી અને રોજગારમાં તકલીફ પડી જાય છે. છેલ્લા બે અઢી દશકના અનુભવ દર્શાવે છે કે દુનિયાભરમાં અંગ્રેજી ભાષાની માહિતી ધરાવનાર લોકોએ ઝડપી પ્રગતિ કરી છે. આ જ કારણસર ચીન અને દક્ષિણ પૂર્વ એશિયાના લોકો ખુબ ઝડપથી અંગ્રેજી ભાષા શિખી રહ્યા છે. જ કે ભારતના લોકો કેટલાક કારણસર પાછળ રહી ગયા છે. હિન્દી ભાષી રાજ્યોમાં આને લઇને રાજનીતિના કારણે કેટલીક બાબતો અન્યોથી પાછળ કરે છે. ૬૦ના દશકમાં સંઘે હિન્દી, હિન્દુ, હિન્દુસ્તાન માટે નારા આપ્યા હતા.
જ્યારે સમાજવાદીઓએ અંગ્રેજી હટાવો માટે નારા આપ્યા હતા. જેના પર દક્ષિણના રાજ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનો વાંધો તેમના પર હિન્દી ભાષા લાગુ કરવાને લઇને હતો. તેમની ફરિયાદ એ હતી કે શિક્ષણના પ્રમુખ કેન્દ્ર ઉત્તર ભારતમાં સ્થિત છે. ત્યારબાદથી લઇને હવે સ્થિતી ઝડપથી બદલાઇ રહી છે. આજે ઉત્તરના મોટા ભાગની યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક અરાજકતા જોવા મળે છે. માતૃભાષાના જ્ઞાનને લઇને હિન્દુ લોકો ગર્વ અનુભવ કરે છે. આ સારી બાબત છે પરંતુ અંગ્રજી વૈશ્વિકરણના યુગમાં સર્વસામાન્ય ભાષા બની ગઇ છે. આ બાબતને સ્વીકાર કરીને તમામ લોકો આગળ વધે તે જરૂરી છે.
અંગ્રેજી ભાષા પર પ્રભાવ મેળવવા માટે તમામ લોકો હવે પ્રયાસ કરે તે સમયની માંગ છે. કેટલાક લોક માને છે કે અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરવાનો અર્થ પોતાની પરંપરાથી પીછેહટ કરવા સમાન છે. આવી વિચારધારાના કારણે અંગ્રેજી ભાષાની અવગણના કરવામાં આવી છે. જેની માઠી અસર પણ જોવા મળી રહી છે. અંગ્રેજી ભાષાનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે કેટલીક નક્કર બાબત હજુ પણ દેશમાં રહેલી છે. જેના પર ધ્યાન જરૂરી છે.