પરંપરાગત આર્ટને પ્રોત્સાહીત કરીને એક પ્લેટફોર્મ પર લાવવાનું કાર્ય કલાપુંજ દ્વારા કરાયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અત્યારના મોડર્ન અને મશીનરી યુગમાં હેન્ડી ક્રાફ્ટને લગતા વર્ક અને કારીગરોને પ્રોત્સાહીત કરી એક પ્લેટફોર્મ લાવવાનું ઉમદા અને ઉત્તમ કાર્ય કલાપુંજ કરી રહ્યું છે. કુદરતી આહાર અને શુદ્ધ જીવનશૈલી અને સ્વાસ્થ્યના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આર્ય સંસ્કૃતિનો કુદરતી પેદાશોનો સહર્ષ અને ગૌરવભેર સમાવેશ પણ કલાપુંજે કર્યો છે. કલા, સંસ્કૃતિ અને ઓર્ગનિક ફૂડ આ તમામ બાબતો એક પ્લેટફોર્મ પર આવે તે માટે કલાપુંજે આ આયોજન કર્યું છે. જેનું ઉદઘાટન વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી તેમજ અંજલીબેન વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયું હતું.

કલાપુંજ સાનિધ્ય બંગલોઝ, ધનંજય ટાવરની સામે, સેટેલાઈટ અમદાવાદ ખાતે તેનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ નિમિત્તે કલાપુંજના ફાઉન્ડર અજીતભાઈ શાહ તેમજ કો-ફાઉન્ડર મિથુન શાહ, આર્કિટેક્ટ દેવાંગભાઈ શાહ વગેરે આ પ્રસંગે હાજર રહ્યા હતા.

આ અંગે વધુમાં જણાવતા કો-ફાઉન્ડર મિથુન શાહે કહ્યું કે, ભારતના જુના પરંપરાગત ધંધાઓ પહેલા કલા કારીગરો પાસે હતા, હજારો લાખો વર્ષોથી રોજી રોટી મળતી પરંતુ મશીનરી આવવાના કારણે તે જતી રહી, તેઓ સ્લમમાં છે આ સ્લમમાં કોઈની પાસે ધંધો રહ્યો નથી પરંતુ કલા કારીગરી હજુ પણ તેમની પાસે છે એ બચાવવા માટે કલાપુંજ એક પ્લેટફોર્મ લઈને આવ્યું છે. જેમાં ઓર્ગનિક ફૂડથી લઈને એમરોડરી જેવી આર્ટ જુના કાંસા અને પિત્તળના વાસણો, કચ્છની એમરોડરી, ખાદી કે ઓર્ગનીક ફેબ્રિક વગેરે ઉપલબ્ધ છે. આર્ય સંસ્કૃતિક લાઈફ સ્ટાઈલ માટે કામ કરે છે જેથી ઓર્ગનિક સ્ટોરમાં ડાયરેક્ટ ખેડૂત પાસેથી લાવેલું ઓર્ગનિક ધાન પણ મુકવામાં આવ્યું છે.

આ ઉપરાંત ચરખાવાળા, ભૂજથી રોગાન કામ કરતા લોકોનો લાઈવ ડેમો, ઉનનું કામ કરે તેમનો લાઈ‌વ ડેમો, ભારતની સૌથી મોટી કલમકારીનો આર્ટપીસ જેમાં ત્રણ વર્ષ સુધી માણસોએ કામ કર્યું છે જે 18 ફૂટ લાંબો કલમકારી આર્ટ કહેવાય છે. તે પણ અહીં મુકાયું છે.

Share This Article