દૂધને હંમેશાં આરોગ્ય માટે ઉત્તમ ગણવામાં આવે છે. સામાન્ય રીતે વ્યક્તિ ખોરાક કે અન્ય વસ્તુઓની બનાવટમાં ગાય, ભેંસ, બકરી, ઘેટા કે ઊંટના દૂધનો ઉપયોગ કરે છે. જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ પણ ગણાય છે. પરંતુ શું તમે જાણો છો, કે એક એવું પ્રાણી છે, જેનું દૂધ પીવાથી માણસને દારૂ જેવો નશો ચડી જાય છે. હાથણીનું દૂધ કોઈ સામાન્ય દૂધ નથી. વિજ્ઞાનીઓ અનુસાર, હાથણીના દૂધમાં 60 ટકા કરતા વધુ એલ્કોહોલ જોવા મળે છે. એટલે કે જો કોઈ માનવી આ દૂધ પી લે તો તેને દારૂ જેવો નશો ચડી શકે છે.
આ દૂધ માણસના શરીર અંદર જતાં જ વ્યક્તિને ચક્કર, ઉબકા, માથાનો દુખાવો અને થાક જેવા લક્ષણો દેખાય છે. વિશેષજ્ઞો કહે છે કે હાથણીઓ ખાસ કરીને શેરડી વધુ ખાય છે. શેરડીમાં કુદરતી રીતે થતું એલ્કોહોલ (ફર્મેન્ટેડ શુગર) તેમના શરીરમાં પ્રવેશે છે. ત્યારબાદ એ તત્વ દૂધમાં મળી જાય છે, જેના કારણે હાથણીનું દૂધ આલ્કોહોલિક બની જાય છે. આ જ કારણ છે કે આ દૂધ માનવ માટે ખતરનાક અને અયોગ્ય ગણાય છે. હાથણીના દૂધમાં પ્રોટીન અને ચરબીની માત્રા અત્યંત વધુ હોય છે.
માનવીનું પાચનતંત્ર એટલું મજબૂત નથી કે આ દૂધને સરળતાથી પચાવી શકે. પરિણામે પેટમાં ગડબડ, અપચો અને અન્ય તકલીફો થઈ શકે છે. ઉપરાંત, તેમાં લેક્ટોઝ અને ઓલિગોસેકેરાઇડ્સની માત્રા પણ ખૂબ ઊંચી હોય છે, જે સામાન્ય માણસના પાચન માટે વધુ ભારે સાબિત થાય છે. શોધકારોનો મત છે કે હાથણીનું દૂધ પોષક તત્વોથી સમૃદ્ધ હોવા છતાં તે માનવીના ઉપયોગ માટે યોગ્ય નથી. તેમાં એવા કેમિકલ્સ હોય છે જે શરીરના હોર્મોનલ સંતુલન અને નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર કરી શકે છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ, આ દૂધનું સેવન કરવાથી માણસને અજાણી ઉર્જા અને નશો જેવી સ્થિતિ અનુભવાય છે, જે બાદમાં શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
કુદરતની દરેક વસ્તુનું પોતાનું મહત્વ છે, પણ બધું જ માનવી માટે નથી બનાવવામાં આવ્યું. હાથણીનું દૂધ એ તેનું જીવંત ઉદાહરણ છે. જો કે તે શક્તિશાળી છે, પરંતુ માનવ શરીર માટે ઝેર સમાન સાબિત થઈ શકે છે. એટલે હાથણીના દૂધથી દૂર રહેવું જ બુદ્ધિમાની છે.